Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

હવે ખાસ ધ્‍યાને રાખજો કે લોકો તમને લાઇવ જોઇ રહ્યા છે : જસ્‍ટીસ શાહની જજીસોને શીખ

રાજયની જીલ્લા કોર્ટમાં પણ હવે કેસોનું લાઇવ પ્રસારણઃ વર્ચ્‍યુઅલી ઉદ્‌્‌ઘાટન

અમદાવાદ, તા. ૯:  ગુજરાત હાઇકોર્ટની કોર્ટ પ્રોસીડીંગ્‍સનું જે પ્રકારે લાઇવ  પ્રસારણ થાય છે અને તે નિહાળી શકાય ઈ તે જ પ્રકારે હવે  રાજયમાં અમદાવાદ સહિત ૩૨ જિલ્લાઓની પ્રિન્‍સીપાલ  ડિસ્‍ટ્રીક્‍ટ જજની કોર્ટોની કોર્ટ પ્રોસીડીંગ્‍સનું લાઇવ પ્રસારણ  અને સ્‍ટ્રીમીંગ કરવાના પાયલોટ પ્રોજેકટનું ગુજરાત હાઇકોર્ટ ખાતે સુપ્રીમ કોર્ટના જસ્‍ટિસ એમ.આર.શાહના હસ્‍તે  વર્યુઅલી રીતે વિધિવત ઉદ્ધાટન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે  જસ્‍ટિસ એમ.આર.શાહે નીચલી કોર્ટના જજીસને પોતાના  પરફોર્મન્‍સ પર ધ્‍યાન આપવા સલાહ આપી હતી. તેમણે જણાવ્‍યું  કે, જજીસ એ સમાજમાં એક અલગ વર્ગ છે અને તેમનું કર્તવ્‍ય  દેશની અને નાગરિકોની સેવા કરવાનું હોય છે.  

ગુજરાતની આ ઐેતિહાસિક સિધ્‍ધિને બિરદાવતાં સુપ્રીમકોર્ટના જસ્‍ટિસ  એમ.આર. શાહે જણાવ્‍યું હતું કે, ગુજરાત  દરેક ક્ષેત્રમાં હંમેશા આગળ જ રહ્યું છે. એ  પછી ગુજરાત હાઈઇકોર્ટનું ઉદ્‌્‌ઘાટન હોય કે  વિકાસની વાત હોય કે પછી હવે ડિસ્‍ટ્રીક્‍ટ  કોર્ટોમાં લાઈવ પ્રસારણ કરવાની વાત  હોય.

 જિલ્લા અદાલતોમાં લાઇવ  પ્રસારણની એડવાન્‍સ ટેકનોલોજીને લઇ  જસ્‍ટિસ શાહે જિલ્લા અદાલતના જજીસને  શીખ આપતાં જણાવ્‍યું હતું કે, હવે એ  વાતનું ખાસ ધ્‍યાન રાખવાનું રહેશે કે  તમને લોકો લાઇવ જોઈ રહ્યા છે. એટલે  હવે તમારે વ્‍યકિતગત દેખાવ કરતાં તમારી  કામગીરી અને કેસોની સુનાવણી અને  તેના સિકાલના પરફોર્મન્‍સ પર વધુ ધ્‍યાન  આપવાનું રહેશે. દેશમાં પ્રથમ વખત આ  પાયલોટ પ્રોજેક્‍ટ અમલી બનાવવા બદલ  તેમણે ગુજરાત હાઇકોર્ટઅને ચીફ જસ્‍ટિસ  અરવિંદકુમારને પણ અભિનંદન પાઠવ્‍યા  હતા.આ પ્રસંગે જસ્‍ટિસ     જે.બી.પારડીવાલાએ જણાવ્‍યું હતું કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. જો કોઇ  સતત થતી પ્રક્રિયા હોય તો એ પરિવર્તન  છે. આમ, ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ નીતનવા પરિવર્તન સ્‍વાભાવિક છે.  એડવાન્‍સ ટેકનોલોજીના કારણે લાઇવ  સ્‍ટ્રીમીંગ જિલ્લા અદાલતોને મળતાં હવે વકીલો-પક્ષકારો સહિત તમામને ઘણી  રાહત થશે. ગુજરાત હાઇકોર્ટની આ  એતિહાસિક સિધ્‍ધિ પ્રશંસનીય છે.

  પ્રસંગે હાઈકોર્ટના ચીફ જસ્‍ટિસ  અરવિંદકુમારે જણાવ્‍યું કે, ગુજરાત  હાઇકોર્ટ અને તેના જજીસ નાગરિકો અને  ન્‍યાયતંત્રની સેવા માટે સતત કાર્યરત છે .  હાઇકોર્ટની યુટયુબ ચેનલના હાલ ૧.૨૮  લાખથી વધુ સબસ્‍ક્રાઇબર તથા લાખો  વ્‍યુઅર્સ પણ હાઇકોર્ટના લાઇવ સ્‍ટ્રીમીંગને  જ આભારી છે.

જિલ્લા અદાલતોમાં પ્રિન્‍સીપાલ  ડિસ્‍ટ્રીકટ જજની કોટોની કોર્ટ  પ્રોસીડીંગ્‍સનું લાઈવ પ્રસારણ હવે શરૂ  થતાં વકીલો, પક્ષકારો સહિત કોઇપણ  વ્‍યકિત ઘેરબેઠા કે મોબાઇલ પર  ઓનલાઇન કોર્ટ પ્રોસીડીંગ્‍સ જોઈ શકશે.  પક્ષકારો અને નાગરિકોને પોતાના કેસ  સંબંધી માહિતી અને જાણકારી લાઇવ  સ્‍ટ્રીમીંગ મારફતે ઘેરબેઠાખબરપડી શકશે  અને તેમને જે તે જિલ્લા કોર્ટો સુધીના  ધક્કા નહી ખાવા પડે. તેઓ જાતે જ કેસોની  સુનાવણી પર નજર રાખી શકશે.

(1:34 pm IST)