Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ધારાસભામાં શ્રેષ્‍ઠ ભૂમિકા બદલ ધારાસભ્‍યોને એવોર્ડ આપવાની પ્રથા

ગઇ ટર્મમાં ભૂપેન્‍દ્રસિંહ અને મોહનસિંહ રાઠવાને સન્‍માન મળેલ

વિધાનસભાની ગઇ ટર્મમાં ધારાસભ્‍ય તરીકેની શ્રેષ્‍ઠ કામગીરી બદલ મોહનસિંહ રાઠવા અને ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાને સન્‍માનિત કરાયેલ તે પ્રસંગની તસ્‍વીરમાં સાથે તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ, વિપક્ષી નેતા પરેશ ધાનાણી વગેરે ઉપસ્‍થિત છે.

 (અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૯ :.. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્‍યોની શ્રેષ્‍ઠ કામગીરી અંગે એવોર્ડ આપવાનું નકકી કરવામાં આવ્‍યું છે. ડીસેમ્‍બર-ર૦૧૯ માં દહેરાદુન ખાતે ૭૯ મી અખિલ ભારતીય વિધાન મંડળોનાં પ્રમુખ અધિકારીઓની પરિષદ જે તે સમયના લોકસભાના અધ્‍યક્ષ દ્વારા બોલાવવામાં આવી હતી.

આજે મુખ્‍ય ઉદેશ એ હતો કે ધારાસભ્‍યશ્રીઓ તેમની કામગીરી પ્રત્‍યે વધારે જાગૃત બને અને પ્રજાના વિકાસલક્ષી કાર્યો તરફ સતત જાગૃત રહે. આ બાબત ધ્‍યાને લઇ ધારાસભ્‍યોને શ્રેષ્‍ઠ કામગીરીનો એવોર્ડ આપવામાં આવે તેવું નકકી કરવામાં આવ્‍યું હતું.

આ બાબત નકકી થયા બાદ ગત સત્રમાં સૌ પ્રથમ વખત બન્ને રાજકીય પક્ષના સભ્‍યોને આ શ્રેષ્‍ઠ એવોર્ડ આપવામાં આવ્‍યો હતો. જેમાં સત્તાધારી પક્ષ ભાજપના સિનિયર સભ્‍ય શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અને કોંગ્રેસ પક્ષના સિનીયર સભ્‍ય જેઓ અગીયાર વખત ધારાસભ્‍ય અને ભૂતકાળમાં કેબીનેટ પ્રધાન રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાને આ એવોર્ડ  આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રેષ્‍ઠ ધારાસભ્‍યોની પસંદગી માટેના ધોરણો નિયમો તૈયાર કરવામાં આવ્‍યા તે ધોરણો નિયમો અનુસાર શ્રેષ્‍ઠ ધારાસભ્‍ય એવોર્ડ માટેના માપદંડો નિર્ધારીત કરવામાં આવ્‍યા.

આ મુજબ દર વર્ષ વિધાસભા સભ્‍યને શ્રેષ્‍ઠ ધારાસભ્‍યોના એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ શ્રેષ્‍ઠ ધારાસભ્‍યોના એવોર્ડ તરીકે અધ્‍યક્ષશ્રીના માર્ગદર્શન અને સૂચના અનુસાર ૯ર.પ ટચ ચાંદીની લગભગ ૧.પ કિલો વજનની ટ્રોફી આપવાનું પણ ઠરાવવામાં આવ્‍યું છે.

આ માટેના નિયમો ર૦ર૦ થી નકકી થયા અનુસાર ગુજરાત વિધાનસભાના સભ્‍યોને વર્ષ ર૦૧૯ અને ર૦ર૦ માટે શ્રેષ્‍ઠ ધારાસભ્‍યોના એવોર્ડ આપવા માટે સભ્‍યશ્રઓિના નામાંકન મંગાવવામાં આવ્‍યા હતાં. જેમાં ૧૧ સભ્‍યશ્રીઓના નામાંકન પ્રાપ્ત થયા અને નામાંકન પત્રો પર શ્રેષ્‍ઠ ધારાસભ્‍ય એવોર્ડ પસંદગી સમિતિએ વિચારણા કરી હતી. ગહન ચર્ચા વિચારણાના અંતે દશ ટર્મથી વિધાનસભાની સભ્‍ય તથા ભૂતકાળમાં મંત્રી મંડળમાં તથા વિરોધ પક્ષના નેતા તરીકે ઉત્‍કૃષ્‍ટ સેવાઓ આપનાર શ્રી મોહનસિંહ રાઠવાની અને ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની પસંદગી કરવામાં આવી હતી.  હવે આ પ્રણાલિ આગળ વધશે.ત

 

(11:41 am IST)