Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સુરવા ટોલનાકા નજીક બાઈક ડીવાઈડર સાથે અથડાતા બાઈક ચાલકનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામ નજીક મોટરસાઇકલ ડીવાઈડર સાથે અથડાતા મો.સા. ચાલકનું મોત થયું હતું
મળતી માહિતી અનુસાર નરેશભાઇ સોમાભાઇ તડવી (ઉ.વ.૩૮ )(રહે કેવડીયાગામ તા.ગરુડેશ્વર જી.નર્મદા )નાઓએ તા.૭/૦૨/૨૦૨૩ ના દિવસે સુરવા ગામના ટોલ ટેક્સ પાસે પોતાના કબ્જાની નંબર વગરની મો.સા પુરઝપે હંકારી લાવી ડીવાઇડર સાથે અથડાવી મો.સા સાથે પડી જવાથી તેમને માથાના ભાગે તથા જમણા પગના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત નિપજ્યું હતું તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:27 pm IST)