Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

નરખડી ગામે પત્ની સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં હોકી, લાકડી વડે હુમલો :૧૧ સામે રાયોટીંગનો ગુનો દાખલ

નરખડી ગામે પત્ની સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં હોકી, લાકડી વડે હુમલો :૧૧ સામે રાયોટીંગનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં નરખડી ગામમાં આડા સંબંધ બાબતે હુમલો થતા પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે

 પ્રાપ્ત વિગતો અનુસાર સતિષભાઇ ઉર્ફે શંકરભાઇ દેવજીભાઇ વસાવા(રહે.નરખડી) ની ફરિયાદ મુજબ ગામના એક વ્યક્તિની પત્ની સાથે તેમના પ્રેમ સંબંધ હોવાની જાણ થતા સતીશભાઈનાં રહેણાંક ધર પાસે આવી (૧) સુજલભાઇ વિનોદભાઈ પરમાર (ર) અજીત ભાઇ રતિલાલ વસાવા (૩) હેમંતભાઇ ધનસુખ ભાઇ વસાવા (૪) રાજેશભાઇ છગનભાઇ વસાવા (૫) રોહિત ભાઇ અરવિંદભાઇ વસાવા (૬) સંજયભાઇ મુળજીભાઇ વસાવા(  તમામ રહે. નરખડી તા.નાદોદ જી,નર્મદા) (૭) રાકેશભાઇ વસાવા જેના પુરા નામની ખબર નથી તે (૮) ચેતનભાઇ સોલંકી જેના પુરા નામની ખબર નથી તે (૯) બળદેવ ભાઇ જેના પુરા નામની ખબર નથી( રહે. ફોફડીયા તા.શિનોર જી.વડોદરા )તથા (૧૦) તથા (૧૧) જેઓના નામની ખબર નથી તે (બન્ને રહે.હેડવા તા.નાંદોદ જી.નર્મદા) એ ગેરકાયદેસર મંડળી રચી સમાન ઇરાદો પાર પાડવા માટે સતિષભાઇને ગાળો બોલતા ફરિયાદી ઘરની બહાર આવેલ તે વખતે બકીનાઓએ એક સંપ થઇ ઝપાઝપી કરી હોકી-સ્ટિક વડે બે ત્રણ સપાટા મારી દિધેલ તથા લાકડી લાકડીના સપાટા મારેલ અને મારૂતી સુઝુકી ફોર વ્હિલ ગાડી રજી નં GJ 22 H 8138 નાં આગળ પાછળ તથા દરવાજાના કાચ હોકી-સ્ટિક તથા લાકડી થી તોડી નુકશાન કરેલ તથા આઇસર ટેમ્પો રજી.નં.GJ.05 YY 7860 નો આગળ નો કાચ તોડી નુકશાન કરેલ તથા હોન્ડા સાઇન મો.સા.ન GJ. 22 B-7537 નો ડેડ લાઇટનો ભાગ તોડી નુકશાન કરતા રાજપીપળા પોલીસે તમામ સામે રાયોટીંગ નો ગુનો દાખલ કર્યો છે

(10:26 pm IST)