Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

PUBG ગેમ પર પ્રતિબંધ મુકો ;નડિયાદમાં વિદ્યાર્થીઓએ રેલી કાઢી :કલેક્ટરને રજુઆત

માનસિક સંતુલન અને બાળકોના અભ્યાસ પર વિપરીત અસર :ગેમ બંધ કરવા છાત્રો રસ્તા પર ઉતર્યા

નડિયાદમાં PUBG ગેમને બંધ કરવાની માગને લઈને ચરોતરની શાળાના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ PUBG ગેમ પર પ્રતિબંધ લગાડવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી

  યુવાનોની લોકપ્રિય PUBG ગેમના કારણે ગુજરાત જ નહીં પણ દેશના કેટલાક યુવાનો પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે અને ન કરવાનું કામ કરી બેસે છે. આ PUBG ગેમના કારણે બાળકોના અભ્યાસ પર પણ બહુ મોટી અસર થઈ છે. જેને લઇ વાલીઓમાં જાગૃત્તા આવે તેવા હેતુથી શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓ સાથે મળીને PUBG ગેમ પર પ્રતિબંધ લગાડવા માટે રેલી કાઢી હતી.

(12:41 am IST)