Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ધાનેરા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાનના આરોપીઓને ઝડપ્યા

ધાનેરા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજયાણની સુચના તથા માર્ગદર્શન મુજબ દારૂના કેસો શોધી કાઢવા માટે કડક સુચના કરેલ હોઇ ધાનેરા પી.આઇ. સી.જી. સોલંકી, ધનરાજભાઇ ગણેશભાઇ, અરજણાજી સરૂપાજી, ઇશ્વરભાઇ હરસિંગાભાઇ, મનોહરસિંહ રામસિંહ, ગોવિંદભાઇ અરજણભાઇ વિગેરે સ્ટાફના માણસો સાથે મગરાવા ત્રણ રસ્તા પાસેથી બાતમી આધારીત નાકાબંધી કરી હતી. જેમાં વોક્સવેગન ગાડી નં. જીજે-૦૯-બીઇ-૮૨૮૧માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૧૯, બોટલ નંગ-૨૨૮ કિંમત રૂ. ૯૧,૨૦૦ તથા વોક્સવેગન ગાડી કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૨ કિંમત રૂ. ૪૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ. ૩,૯૫,૨૦૦ નો કબજે કરેલ છે તથા ગાડીના ચાલક રામગોવિંદ જગદીશપ્રસાદ વિશ્નોઇ (રહે, મન્ડો કી બેરી, ભુનીયા, તા. સેડવા, જી. બાડમેર, રાજસ્થાન) તથા બાજુમાં બેઠેલ પાબુરામ ભીખારામ વિશ્નોઇ (રહે, કોજા, તા. ગુડામાલાણી, જી. બાડમેર, રાજસ્થાન) પકડી કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.

(8:48 pm IST)