Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

અમદાવાદમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરેઃ દિલ્હીનો રેકોર્ડ તોડી નાખ્યો

અમદાવાદમાં પ્રદૂષણનો ઇન્ડેક્ષ ૩૩૯ - ખતરનાક સ્તરે પહોંચી ગયો : શ્વાસ લેવાનું બન્યું મુશ્કેલ

અમદાવાદ તા. ૯ : અમદાવાદ શહેરમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. શુક્રવારે સામાન્ય કરતાં વધુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. ગતરોજ સામાન્ય કરતા વધુ પ્રમાણ જોવા મળ્યું છે.

રિપોર્ટ અનુસાર, પીએમ ૨.૫નું પ્રમાણ અમદાવાદમાં અત્યંત ખરાબ અને ચિંતાજનક માત્રામાં પહોંચી ચૂકયું છે. આપણે જોઈએ તો હાલ અમદાવાદનો નકશો રેડ ઝોનમાં આવી ગયો છે. જેથી તેનુ પ્રદૂષણ ખતરનાક કહી શકાય. અમદાવાદઙ્ગહાલ વેરી પુઅર કેટેગરીમાં છે. ઈન્ડેકસમાં જોઈએ તો, દિલ્હી એવરેજ ૧૧૮ પુઅર, જયારે મુંબઇ ૨૦૫ પુઅર, અમદાવાદમાં ૩૩૯ વેરીપુઅર એર કવોલિટીનો ઇન્ડેકસ નોંધવામાં આવ્યો હતો.અમદાવાદ શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદુષણનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. જેની સીધી અસર વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં જોવા મળી છે. એર કવોલિટી ઇન્ડેકસ સામાન્ય કરતા વધુ જોવા મળ્યો છે. ગઈકાલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર માપવામાં આવ્યું હતું. અમદાવાદના પ્રદૂષણની માત્રા વધી હતી, જેના આંકડા આ મુજબ છે. ઙ્ગ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પ્રદૂષણનું આ સ્તર અને એર કવોલિટીનું આ ઈન્ડેકસ દિલ્હી કરતા પણ નીચું છે. ચાર દિવસ પહેલા પણ અમદાવાદમાં પ્રદૂષણની માત્રા વધી હતી. રાયખડમાં પ્રદૂષણ અત્યંત ભયજનક સ્તરે છે. રાયખડમાં પ્રદૂષણ ૪૨૨ને પાર થઈ ગયું હતું.ઙ્ગશહેરમાં વાયુ પ્રદુષણ વધવાનો મામલે AMC કારોબારી ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું કે, પ્રદૂષણની આ સ્થિતિ પર અમે નજર રાખી રહ્યાં છે. વાતાવરણમાં બદલાવાના કારણે ધૂળના રજકણો નીચે આવી રહ્યાં છે. આરોગ્ય અને સોલિડ વેસ્ટ વિભાગ કામગીરી કરી રહ્યું છે. આગામી દિવસોમાં નક્કર કામગીરી જોવા મળશે. આવા પ્રદૂષણમાં બીમારીઓ વધે છેઙ્ગઆવી ઠંડી અને ગરમીની મિકસ સિઝનમાં વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ, સલ્ફર ઓકસાઈડ, ધૂળ અને રજકણોનું પ્રમાણ વધતા ઓકિસજનનું પ્રમાણ ઘટે છે. જે ફેફસામાં જવાથી એકયુટ બ્રોન્કાઈટિસ, એલર્જીક બ્રોન્કાઈટીસ, દમ, ધૂળ આંખમાં જતાં આંખમાં ખંજવાળ, પાણી પડવું અને આંખ લાલ થવી તેમજ છીંકો આવવી, નાક બંધ થવું, અપચો, ઉલટી-ઉબકા આવવા અને ગેસની તકલીફ થવી જેવી સમસ્યા સર્જાય છે.(૨૧.૨૬)

 

(2:40 pm IST)