Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

આણંદના ભાલેજ રોડ પર મેડીકલમાં ચોરી કરનાર બે શખ્સને પોલીસે 3 વર્ષની સજાની સુનવણી કરી

આણંદ: શહેરના ભાલેજ રોડ ઉપર આવેલી એક મેડીકલ સ્ટોરનું શટર ઉંચુ કરીને ચોરી કરનાર ચાર પૈકી બે શખ્સોને આણંદની અદાલતે તકશીરવાર ઠેરવીને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે જ્યારે બેને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવીને છોડી મુકવામાં આવ્યા છે. આણંદ શહેર અને પંથકમાં વધી ગયેલી ચોરીઓ વચ્ચે ચીફ કોર્ટનો આ ચુકાદો ઘણો મહત્વપુર્ણ મનાઈ રહ્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ભાલેજ રોડ ઉપર આવેલા યોગી પેટ્રોલપંપની બાજુમાં આવેલા પરાગ મેડીકલ સ્ટોરમાં ગત તારીખ ૧૭-૫-૨૦૧૭ને રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે ત્રાટકેલા ચાર ચોરો દ્વારા દુકાનનું શટર વચ્ચેના ભાગેથી ઉંચુ કરીને અંદર પ્રવેશ કરી ડ્રોવરમાં મુકી રાખેલા બે હજારની ચોરી કરી હતી. દરમ્યાન ત્યાંથી જતા આવતા રહીશોએ તેમને પડકારતા બે શખ્સો બાઈક નંબર જીજે-૨૩, બીએ-૭૨૪૬ની સાથે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને બન્નેનો કબ્જો લઈને નામઠામ પુછતાં પ્રકાશભાઈ ઉર્ફે પકો ઉર્ફે કમલેશ ઉર્ફે બોડો બાબુભાઈ પુનમભાઈ પટેલ (ખંભાત), દિલીપભાઈ કાળીદાસભાઈ ચુનારા વાઘરી (શક્કરપુરા, ખંભાત)તથા ફરાર થઈ ગયેલામાં સુનીલભાઈ મનોજભાઈ ચુનારા વાઘરી (ખંભાત)અને રતીલાલ ચંપકલાલ ભીલ (ખંભાત)ના હોવાનુ ંખુલવા પામ્યું હતુ. 

(4:15 pm IST)