Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

અમદાવાદમાં પારો ગગડી ૯.૮ : ઠંડીમાં ફરી વધારો

લઘુત્તમ તાપમાનમાં એકાએક મોટો ઘટાડોઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ પારો ૧૦થી નીચે

અમદાવાદ,તા. ૯, અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ફરીએકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં પારો ૧૦થી પણ નીચે પહોંચી ગયો હતો. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના અનેક વિસ્તારોમાં પણ પારો ૧૦થી નીચે પહોંચ્યો હતો જેમાં પાટનગર ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી નોંધાયું હતું. એકાએક અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૯.૮ થયું છે જે ગઇકાલે ૧૩.૩ રહ્યું હતું એટલે કે ચાર ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આજે સવારે ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો હતો. જો કે, અન્ય કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો પણ થયો છે. નલિયામાં ગુરુવારના દિવસે ૮.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જેની સામે નલિયામાં લઘુત્તમ તાપમાન વધીને ૧૧.૪ ડિગ્રી તાપમાન થયું છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, નિચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો હાલમાં ફુંકાઈ રહ્યા છે જેથી લઘુત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. બેવડી સિઝનનો અનુભવ લોકો કરી રહ્યા છે. બપોરના ગાળામાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે જ્યારે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી પણ જોવા મળી રહી છે. બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.

રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના  નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ પ્રકારના વાતાવરણની સીધી અસર બાળકો અને મોટી વયના લોકો પર થાય છે.  રાજ્યના અમરેલીમાં ૧૩.૨ ડિગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે શહેરમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં બેવડી સિઝનનો અનુભવ લોકો કરી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના સકંજામાં લોકો ઝડપથી આવી રહ્યા છે. કેસો પણ વધી રહ્યા છે.

(10:04 pm IST)
  • માલદીવના રાજકીય સંકટમાં બે ભારતીય પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પત્રકારો જાણીતી ન્યૂઝ એજન્સી AFPમાં કામ કરતા હતા. મળતા અહેવાલ મુજબ અમૃતસરના મણી શર્મા અને લંડનમાં રહેતા ભારતીય મૂળના પત્રકાર આતિશ રવજી પટેલની માલદીવના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. access_time 9:43 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત :ત્રણ ગંભીર :હોસ્પિટલમાં ખસેડાયા ;ફૂડ પોઇઝનની અસર ;હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ?તપાસ શરુ ;એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી :ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 1:13 am IST

  • ગણત્રીની કલાકોમાં 'અમેરિકા શટડાઉન'નું સંકટ ટળ્યું : યુ.એસ. સેનેટએ સરકારી શટડાઉનનો અંત લાવવા માટે શુક્રવારે મોડી રાત્રે મતદાન કર્યું હતું : હવે ૨૩ માર્ચ સુધી સરકારી યોજનાઓનું ફંડીંગ ચાલુ રખાશે : સેનેટમાં શટડાઉન હાલપુરતું સમાપ્ત કરવા માટેનું બીલ પાસ થયું access_time 1:16 pm IST