Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

હાર્દિક ફરી આંદોલન કયાંથી શરૂ કરશે, કયા મુદ્દા હશે, લોકોનો કેવો પ્રતિસાદ મળશે? આઇબી દ્વારા ખાનગીમાં સર્વે

આંદોલનની જાહેરાતથી ગાંધીનગર ચોંકયું: માંડ માંડ નિરાંતનો શ્વાસ લેનાર પોલીસ તંત્ર પણ નવી ઉપાધીથી ભારે મુંઝવણમાં

રાજકોટ, તા., ૯: પાટણના ચાણસ્મા  અને સિધ્ધપુર ખાતે પોતાની સામેની આચારસંહિતા ભંગ બદલની ફરીયાદ સંદર્ભે પોલીસ મથકમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે એક માસ બાદ રાજય સરકાર સામે ફરીથી આંદોલનનો ધમધમાટ શરૂ કરવાની જાહેરાત કરતા જ ગાંધીનગર ચોંકી ઉઠયું છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશો મુજબ હાર્દિક પટેલનું આંદોલન કેવા પ્રકારનું રહેશે?  આંદોલન કયાંથી શરૂ થશે? આંદોલનમાં કયા મુદ્દાનો સમાવેશ થશે? લોકોમાંથી આંદોલનને કેવો પ્રતિસાદ મળશે? વિગેરે બાબતે ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા પોતાના રાજયભરના યુનીટો મારફત ખાનગીમાં સર્વે ચાલી રહયાનું ટોચના સુત્રોમાંથી જાણવા મળે છે.

બીજી તરફ વિધાનસભાની ચુંટણીઓ, સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓ, વિવિધ સરકારી ઉત્સવો, પતંગ ઉત્સવ વિગેરેમાંથી માંડ માંડ નિરાંતનો શ્વાસ લેનાર રાજયભરના પોલીસ તંત્રને પણ નવેસરથી હાર્દિક પટેલના બંદોબસ્તને કારણે ટાંટીયા તોડ કરવી પડશે તેવી ભીતી આગોતરી સતાવી રહી છે. પોલીસ સ્ટાફ હવે રજાઓમાં કાપ આવશે, ફરજનો સમય નિશ્ચિત નહિ રહે તેવી ભીતીથી મુંઝાઇ રહયો છે.

અત્રે યાદ રહે કે, વિધાનસભા ચુંટણીઓ સહિતની ચુંટણી, રોડશો અને સરકારી કાર્યક્રમોની હારમાળાને કારણે પોલીસ તંત્ર લાંબા સમયથી શારીરીક-માનસીક રીતે થાકી ગયું છે. પોલીસનું મનોબળ વધે તે માટે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત જેવા અનુભવી અધિકારીઓએ પોતાના સ્ટાફને શરીરીક-માનસીક આરામ મળે તે માટે વારાફરતી રજાઓ મંજુર કરી  પોલીસનુંં મનોબળ ન તુટે તેવા સઘન પ્રયાસો કર્યા હતા.

દરમિયાન હાર્દિક પટેલે એવું જણાવ્યું હતુ કે મારી પર આચારસંહિતાના ખોટા કેસ કરવામાં આવ્યા છે. હું કોઇ રાજકીય નેતા નથી કે મારી સામે આચારસંહિતા ભંગના કેસ થાય? તેઓએ સરકાર પર પ્રહાર કરતા જણાવેલ કે એક તરફ પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાની જાહેરાતો સરકાર કરે છે. બીજી તરફ વધુને વધુ કેસો નોંધતી જાય છે. આ બાબતે ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત કરી હતી. દરમિયાન આચારસંહિતા ભંગ મામલે ચાણસ્મા પોલીસ મથકમાં હાર્દિક પટેલ હાજર રહયો ત્યારે ધારાસભ્ય કીરીટ પટેલ સહિતના મોટી સંખ્યામાં હાજર પાટીદારોએ હાર્દિકનું સ્વાગત કરેલ. પોલીસ મથકમાં હાથમાં સ્લેટ પકડાવી આરોપી તરીકે હાર્દિકના ફોટા પડાયાનું પણ સુત્રો જણાવે છે. (૪.૯)

(1:38 pm IST)
  • લ્યો બોલો.. રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાસે સ્માર્ટફોન નથી!!: વૈજ્ઞાનિકો અને એકેડમિક હસ્તિઓ સાથે મુલાકાત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે તેની પાસે સ્માર્ટ નથી : કુર્શતોવ પરમાણુ શોધ સંસ્થાના પ્રમુખે પોતાના ભાષણમાં જણાવ્યું કે, 'દરેકના ખિસ્સામાં સ્માર્ટફોન હોય છે.' : ગયા વર્ષે પુતિને જણાવ્યું હતું કે, તેને સોશ્યલ મિડીયા ઉપર આવવામાં રસ નથી access_time 4:09 pm IST

  • પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલંઘન : ગતરાત્રે કાશ્મીરના પુંચની કૃષ્ણ ઘાટી અને મેંઢર સેક્ટરમાં કર્યું અંધાધુંધ ફાયરીંગ : 1 મહિલાનું મોત access_time 9:55 am IST

  • ભાજપ ' કેચ-૨૨' સ્થિતિમાં : પેટા ચુંટણીમાં રકાસ છતાં વસુંધરા રાજેનો કોઇ સબળ વિકલ્પ નથીઃ રાજસ્થાનમાં ભાજપ એવી મુંઝવણમાં છે કે વસુંધરા રાજેને હટાવી પણ શકે તેમ નથી અને સાથે પણ રાખી શકે તેમ નથી access_time 4:08 pm IST