Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ટમેટાના ભાવમાં ગાબડાં: ખેડૂતોને નુકશાનઃ ખર્ચ કાઢવો મુશ્કેલઃ વાવેતર નહિ કરવા મન બનાવ્યું

કોઈ ખરીદનાર નહિ હોવાથી પશુઓને ખવડાવી દેવા મજબુર

રાજકોટઃ છેલ્લા મહિનામાં આસામને પહોંચી ગયેલા ટમેટાના ભાવમાં હાલમાં જબરું ગાબડું પડ્યું છે અને છુટક બજારમાં ૧૦ રૂપિયે કિલોના ભાવે પહોંચી ગયા છે. જોકે હોલસેલ ભાવ માત્ર એક -રૂપિયા જેવો થઇ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠામાં ટમેટાનું અઢળક વાવેતર થાય છે.આ સિઝનમાં ટમેટાંનો ભાવ ગગડયો છે પરિણામે ખેડૂતોને ટમેટાંના વાવેતર માટે માંડવા,જંતુનાશક દવા,ખાતર,મજૂરીનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. હોલસેલ બજારમાં ટમેટાના મણનો ભાવ ૨૦-૨૫ બોલાઇ રહ્યો છે. અને પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતો ચિંતાતુર થયા છે. ટમેટાના ખરીદનાર જ નથી જેથી ટમેટા પાણીના ભાવે વેચવા ખેડૂતો મજબૂર બન્યાં છે.

સાબરકાંઠા જીલ્લામાં ૧૦૫૦ હેકટરમાં ટમેટાની ખેતી કરવામાં આવી હતી. જો કે ટમેટાના ઉત્પાદન સમયે જ ખેડૂતોને કમાવાને બદલે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ટમેટાના ભાવ નીચા જતા બજારમાં ટમેટા લાવવાનું ખેડુતોએ બંધ કરી દીધું હતું. તો કેટલાક ખેડુતોએ તો ખેતી કરવાનું પણ છોડી દીધું હતું.  (૪૦.૩)

(8:41 pm IST)
  • જીજ્ઞેશ ભજીયાવાલાને આવકવેરાનું તેડુઃ કરોડો રૂપિયાની રોકડ અને પ્રોપર્ટી અંગે આયકર ખાતુ જવાબ લેશે! ૧ વર્ષ પછી જામીન ઉપર છુટતા હવે જીજ્ઞેશને નોટીસ સમન્સ ફટકાર્યા access_time 4:10 pm IST

  • ઈઝરાયલ-ફિલિસ્તાન વિવાદમાં મોદી મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃફિલિસ્તાનના રાજદૂતઃ ભારતમાં ફિલિસ્તાનના રાજદૂત અદનાન અબુ અલહાઈજાએ 'ઈન્ડિયા ટુડે'ને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઈઝરાયલ અને ફિલિસ્તાન સાથે સારા સંબંધ છેે અને તે બંને દેશો વચ્ચે વિવાદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે access_time 4:10 pm IST

  • જાપાને એક વધુ સફળતા મેળવી છે જેમાં જાપાને વિશ્વના સૌથી નાના રોકેટનો ઉપયોગ કરી એક ઉપગ્રહને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યો હતો. જાપાની અંતરિક્ષ એજન્સી 'JAXA'એ જણાવ્યું હતું કે, SS-520 નામનું આ રોકેટ લૈપ પોસ્ટ આકારનું છે અને તેનો વ્યાસ 50 સેન્ટીમીટર છે. એક રિપોર્ટ મુજબ ઇસરોના અધ્યક્ષ કે. સિવને જણાવ્ચું છે કે તેઓ પણ આવા નાના યાન બનાવવાની યોજના ઘડી રહ્યા છે access_time 9:39 am IST