Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

...તો રાજ્યમાં ભાજપ સરકારનું બાળમરણ! : કોંગ્રેસે હથિયાર નથી મૂકયા નથી

ગુજરાત વિધાનસભામાં ચૂંટણી પરિણામ સામે હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ તા. ૯ : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠકો મળી છે. એ પૈકી કેટલીક બેઠકો પર ભાજપ અત્યંત પાતળી સરસાઇથી જીતી છે. ત્યારે હવે ભાજપની ૧૭ બેઠકો પરની જીતને પડકારતી ઇલેકશન પિટિશન હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે.

ખાસ કરીને રાજયના કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, મંત્રી કિશોર કાનાણી અને પૂર્વ મંત્રી બાબુ બોખિરીયા જેવા અગ્રણીઓની જીતને પડકારતી પિટિશનના પગલે રાજયના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કોંગ્રેસના અર્જુનસિંહ મોઢવાડિયા, સિદ્ઘાર્થ પટેલ જેવા દિગ્ગજોએ આ મામલે હાઇકોર્ટમાં ધા કરી છે અને તમામ વીવીપેટની ગણતરીની માંગ કરવામાં આવી છે. જયારે કે બીજી તરપથી કોંગ્રેસના ચાર ઉમેદવારોની જીતને પણ અપક્ષો અને આપના ઉમેદવારો દ્વારા પડકારવામાં આવી છે. આ તમામ પિટિશન પર વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

હાઇકોર્ટ સમક્ષ ૨૨ જેટલી ઇલેકશન પિટિશન કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેર-જિલ્લાની ત્રણ અને સુરત શહેરની ત્રણ બેઠકોની જીતને પડકારતી પિટિશનનો પણ સમાવેશ થાય છે.

આ પિટિશનમાં ૧૮૨ વિધાનસભાના તમામના VVPATની ગણતરીની માગ કરવામાં આવી છે. તે ઉપરાંત EVM બદલવા, ચ્સ્પ્ તેમજ VVPATના સીલ સાથે ચેડાં કરવા સહિતના વિવિધ મુદ્દે તપાસની માંગ પણ કરવામાં આવી છે.

એટલું જ નહીં બેલેટ પેપરની ગણતરીમાં છીંડા, VVPAT અને EVMના સીલ સાથે ચેડા જેવા મુદ્દાઓ પણ પિટિશનમાં ઉપસ્થિત કરવામાં આવ્યા છે. વધુમાં એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે રિટર્નિંગ ઓફિસર સમક્ષ તમામ VVPATની ગણતરી કરવાની માગ કરાઇ હતી, પરંતુ તેનો સ્વાકીર કરવામાં આવ્યો નહોતો.

ચૂંટણી ચાલતી હતી ત્યારે અનેક EVM બદલવામાં આવ્યા હતા. જે અંગેની કોઇ સ્પષ્ટતા પણ કરાઇ નથી. અમદાવાદના જમાલપુર-ખાડિયાની બેઠક ભાજપ જોડેથી આંચકીને કોંગ્રેસે મહત્ત્વની જીત અમદાવાદ શહેરમાં નોંધાવી છે. ત્યારે આ બેઠક પર જીતેલા ઇમરાન ખાડાવાલાની જીતને પડકારતી અરજી નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હબીબ શેખે કરી છે.

તે ઉપરાંત અમદાવાદ શહેરની જ દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમાર જીત્યા છે. જેમની જીતને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે.જે. મેવાડાએ પડકારી છે. પાટણથી જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય કે.સી. પટેલની જીતને પડકારવામાં આવી છે. જયારે કે ગાંધીનગરની ઉત્ત્।રની બેઠકથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાની જીત સામે પણ હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.

સુરત શહેરના વરાછા રોડની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીની જીતને કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઇ ગજેરાએ પડકારી છે. કાનાણીએ ગજેરાને ૩૯૯૭૮ મતોથી હરાવ્યા હતા. સુરતની જ લીંબાયત બેઠકથી હારેલા કોંગ્રેસના ડો રવીન્દ્ર પાટીલે ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલની જીતને પડકારી છે. તેઓ ૩૧૯૫૧ મતોથી જીત્યા હતા. જયારે કે સુરતની જ કામરેજની બેઠકથી વીજયી થયેલા વી.ડી. ઝાલાવાડિયાની જીત સામે કોંગ્રેસના અશોક જીરાવાલાએ પિટિશન દાખલ કરી છે.(૨૧.૧૩)

(11:58 am IST)
  • લાખોના ખર્ચે પોતાના માટે સ્પેશ્યલ લીફટ નખાવતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા વિવાદમાં ફસાયાઃ યુનિ. ટાવરમાં પોતાના માટે લીફ બનાવ્યાનો આરોપ access_time 4:08 pm IST

  • સૂચિતમાં ૩૧ માર્ચની ડેડલાઇન પ૦૦ કેસોનો નિકાલ : ૬૦૦ કેસમાં ૧લીએ સુનાવણી : ચાલી રહેલો સર્વે : આગામી ૩૧ માર્ચ સુચિત સોસાયટી અંગે ડેડલાઇન : તમામ ડે. કલેકટર તથા મામલતદારોને એડીશ્નલ કલેકટર હર્ષદ વોરાનો આદેશ : પ૦૦ કેસમાં વાંધાઓ -વિવાદ-કલેઇમ ફાઇનલ કરી લેવાયા : ૬૦૦ કેસની હવે સુનાવણી થશે : હાલ ૩૦ કર્મચારીઓ દ્વારા ચાલતો સર્વે access_time 4:06 pm IST

  • માલદીવના રાજકીય સંકટમાં બે ભારતીય પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પત્રકારો જાણીતી ન્યૂઝ એજન્સી AFPમાં કામ કરતા હતા. મળતા અહેવાલ મુજબ અમૃતસરના મણી શર્મા અને લંડનમાં રહેતા ભારતીય મૂળના પત્રકાર આતિશ રવજી પટેલની માલદીવના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. access_time 9:43 pm IST