Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

૫૦૦૦ વર્ષ પહેલાની 'મંદિર કલા'ના દર્શન કરાવશે 'નર્તન'નો સંગ

અમદાવાદમાં આવતીકાલે નર્તન સ્કુલ ઓફ ડાન્સીઝનો ૨૪મો દિક્ષાંત સમારોહ...ભરતનાટયમ્, કુચિપુડ્ડીની વિવિધ કૃતિઓ માણવાનો મોકોઃ તાલિમ પૂર્ણ કરનાર મનસ્વીની દવે, જાનવી પંડયા, વેણુ અયાચિત, મધુરા ગોંધલેકર, હિમાંશી વસાવડા અને અનુષ્કા ઐયરને એનાયત થશે પદવી

રાજકોટઃ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં અવાર-નવાર વિવિધ સંસ્થાઓ દ્વારા વારે-તહેવારે અવનવા કાર્યક્રમો અને ઉત્સવો થકી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવાતી હોય છે...એવી જ રીતે અમદાવાદ ખાતે નર્તન સ્કુલ ઓફ ડાનસીઝના ૨૪માં દિક્ષાંત સમારોહમાં ભરતનાટયમ ્ અને કુચિપુડ્ડીની કૃતિઓ સાથે જ ઉપસિથત સૌને ૫૦૦૦ વર્ષ પહેલાની 'મંદિર કલા' માણવાનો મોકો પ્રાપ્ત થવાનો છે.

ઙ્ગનર્તન સ્કુલ ઓફ ડાન્સીઝ દ્વારા  સમુત્કર્ષ એકેડમી, આનંદનગર રોડ, આનંદનગર ફલેટસ પાસે, સ્કાઇઝ હેરિટઝની પાછળ, પ્રહલાદનગર ખાતે તા.૧૦મીએ સાંજે ૬-૪૦ કલાકે પ્રારંભ થનાર કાર્યક્રમમાં  અધ્યક્ષસ્થાને ડો.સરોજા વૈદ્યનાથન (ભરતનાટયમ્ તજજ્ઞ-પદ્મભૂષણથી સન્માનિત)ે તથા મુખ્ય મહેમાન પદે શ્રી સૂર્યા ક્રિષ્નમૂતિ (સ્ર્થાપક-સૂર્યા મૂવમેન્ટ,રાઇટર, ડાયરેકટર-આર્ટ પ્રમોટર) અને શ્રી જી.ઉલગાનથન (એડિટર, ડાન્સ તજજ્ઞ-બેંગ્લોર) સહિતના વિવિધ મહેમાનો ઉપસ્થિત રહેનાર છે.

આ પ્રસંગે મનસ્વીની દવે (ભરતનાટયમ) , જાનવી પંડયા (ભરતનાટયમ), વેણુ અયાચિત (ભરતનાટયમ), મધુરા ગોંધલેકર (કુચિપુડ્ડી), હિમાંશી વસાવડા  (કુચિપુડ્ડી) અને અનુષ્કા ઐયર (કુચિપુડ્ડી)ને પદવી એનાયત થશે...નવાઇની વાત એ છે કે, બરાબર સાંજે ૬-૪૦ કલાકે શરૂ થઇ જનારા  સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર છ એ છ નૃતયાંગનાઓ દ્વારા ભરતનાટયમ અને કુચિપુ્ડ્ડીની વિવિધ કૃતિઓ રજુ કરી ૧૮૦ મિનિટ દરમિયાન ૫૦૦૦ વર્ષ પહેલાની મંદિર કલા-કૌશલ્યને જીવંત કરાવશે.

અત્રે નોંધનીય છે કે, દિક્ષાંત સમારોહ દરમિયાન સૂમધૂર સફરમાં ગુરૂ શ્રીમતી સ્મિતા શાસ્ત્રી દ્વારા નટુવાંગમ, જયન નાયર દ્વારા વોકલ,  કલ્યાણી કાવથલકર દ્વારા વોકલ તથા વાંસળીમાં નટરાજ ગોપાલ, સિતારમાં નારાયણ ભાણવરિયા, વાયોલીનમાં વિભાસ રાનડે, ફલુટમાં વી.આર.નારાયન, ભુંગલમાં રસિકભાઇ દતાણીયા, ઢોલ ઉપર અજય શિકારી, કોમ્પેરમાં શ્રીમતી ફાલ્ગુની હિરેન સાથ આપી કલા-કૌશલ્ય રેલાવશે.જયારે કો-ઓર્ડિનટર તરીકે શ્રીમતી પુનિતા કોન્ટ્રાકટર અને મેક અપ શ્રીમતી જાગૃતિ પંડયા દ્વારા થશે.

કાર્યક્રમ દરમિયાન પુષ્પાંજલિ, અલારિપુ, રાગપુજા, જતિસ્વરમ, શબ્દમ, વર્ણમ, બાલા ગોપાલ તેરાંગમ, સર્વશ્લોક, તિલ્લાના, મન્ડુકા શબ્દમ તથા રાગમમાં નટાઇ, નટાઇકુરંજી, રાગમલિકા, ચક્રવાકમ, મોહનમ, દેવ મનોહરી, ધનાશ્રી...એવી જ રીતે તાલમમાં પણ આદિ, તિસરમ, રૂપક, મિસરાચપુ, તાલમલિકા અને ડાન્સ સ્ટાઇમાં ભરતનાટયમ તથા કુચિપુડ્ડીનો સમાવેશ થાય છે. (૨૧.૩)

સંસ્થાની સફર ...

રાજકોટઃ અમદાવાદ ખાતે નર્તન સ્કુલ ઓફ ડાન્સીઝની સ્થાપના ૧૯૭૧માં થઇ છે...જેમાં શરૂઆતના તબકકાથી જ જોડાનાર તમામ નૃત્યાંગનાઓને ભરતનાટયમ અને કુચિપુડ્ડીની તાલિમ આપી ભારતીય સંસ્કૃતિરૂપ કલા-કૌશલ્યથી પારંગત કરાય છે.એવી જ રીતે નવા દ્રષ્ટિકોણ વિકસાવવાનું પણ કાર્ય થતું આવે છે.

નવાઇની વાત એ છે કે, ડાયરેકટર સ્મિતા શાસ્ત્રી દ્વારા છાત્રાઓને નૃત્યની વિવિધ કૃતિઓ ઉપરાંત જીવનમાં આધ્યાત્મિકતાના મહત્વ વિશે પણ સમજણ અપાય છે...વિશેષ માહિતી માટે નર્તન સ્કુલ ઓફ ડાન્સીઝ, ૪૧ તિનમૂર્તિ બંગલોઝ, ખાખરીયા કો-ઓપ હાઉસીંગ સોસાયટી, સુરધારા સર્કલ પાસે, થલતેજ રોડ, અમદાવાદ ખાતે મળવુ અથવા ફોન (૦૭૯) ૨૬૮૫૬૦૫૮ કે મો.૦૯૮૨૫૫ ૨૯૦૯૨ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(9:40 am IST)