Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવેલ SOU સત્તા મંડળ તેમજ ઈકો સેન્સીટીવ ઝોનનો વિરોધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થઇ SOU વિધાયક મંડળ અને ઈકો સેન્સીટીવ ઝોન તાત્કાલિક રદ થાય તે હેતુથી આજથી કેવડીયા ગામ ખાતે ધરણાનો કાર્યક્રમ કર્યો હતો.
ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ખાતે ઇકો સેન્સિટીવ ઝોન હટાવો સમિતિ દ્વારા મિટિંગ સાથે ધરણાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા ઈકો સેન્સીટીવ ઝોન જે 121ગામ મા લાગુ કરાયો છે તે રદ કરવાની માંગ સાથે કેવડીયા ગામના હેલિપેડ ગ્રાઉન્ડમાં આદિવાસી સમાજ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
  ઈકો સેન્સીટીવ ઝોન હટાવો સમિતિના કન્વીનર ચૈતર ભાઈ વસાવા તથા સહ કન્વીનર સાથે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તથા સ્થાનિક લોકો જોડાયા હતા આ મિટિંગમાં આદિવાસી સમાજ સાથે થઈ રહેલા અન્યાય ને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આ મીટીંગ નો મુખ્ય હેતુ ઈકો સેન્સીટીવ ઝોન નો નિયમ રદ કરવામાં આવે તેમજ  7 12 માં જે કાચી એન્ટ્રી પાડવામાં આવી છે તે રદ થાય. તે રહ્યો હતો.જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો આગળના સમયમાં ધરણા પ્રદર્શન ના કાર્યક્રમો પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ આગેવાનો દ્વારા આપવામાં આવી છે.

(10:42 pm IST)