Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

દેડીયાપાડામાં વેપારીઓને સરકારી કર્મચારી તરીકેની ઓળખ આપી 63 હજાર પડાવી છેતરપીંડી કરનાર 2 વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા બજારમાં વેપારીઓને સરકારી કર્મચારી તરીકે ઓળખ આપી છેતરપીંડી કરનાર હાર્દીક રમેશભાઇ માંડણકર અમદાવાદ તથા મનોજ રમેશભાઇ મિસ્ત્રી અમદાવાદ એ વેપારી ઝહીર અબ્બાસ મહેબુબઅલી જેમાણી તેમજ બીજા વેપારીઓ પાસે આવી સરકારી કર્મચારી તરીકેની ઓળખ આપી ફુડ લાઈસન્સ કઢાવવુજ પડસે તેમ દબાણ કરી લાઇસન્સ પેઠે ૧૦,૦૦૦ તથા પેનલ્ટીના રૂપીયા ૪૮૦૦૦ના ભરવા હોઇ તો પતાવટ માટે ખર્ચા પેઠે રૂપીયા ૧૦,૦૦૦ મળી કૂલ રૂપીયા ,૨૦,૦૦૦ કઢાવી ખોટી સસીદનો ખરા તરીકે ઉપયોગ કરી  દેડીયાપાડાના બીજા વેપારી પાસેથી કૂલ રૂ ૬૩૦૦૦ પડાવી લઈ વેપારીઓ સાથે છેતરપીંડી કરી ગુનાહીત કાવતરૂ કરતા ડેડીયાપાડા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:36 pm IST)