Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

રાજપીપળા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને 2 દિવસમાં પગારનું આશ્વાસ મળતા હડતાળ સમેટાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલના ઑઉટસોર્સ કાચરીઓએ પગાર બાબતે શુક્રવારે હડતાળનું હથિયાર ઉગામી નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સહિત દરેક વોર્ડમાં કમગીરી પર અસર જોવા મળી હતી જોકે કામથી અળગા રહેલા 100 જેવા આઉટસોર્સ કર્મીઓએ કલેક્ટરને આવેદન આપતા 2 દિવસમાં પગારનું આશ્વાસન મળતા તમામ કર્મચારીઓ આજથી કામ પર શરૂ થતાં સૌએ રાહત મેળવી હતી.પરંતુ જો બે દિવસ માં પગાર માટે કોઈ નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં આ કર્મીઓ આગળ શું કરશે એ આવનારો સમય બતાવશે.

(10:17 pm IST)