Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાની આવકમાં હવે લોકડાઉન બાદ ધીમે-ધીમે વધારો

અમદાવાદ: શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે માર્ચ મહિનામાં કડક લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. લૉકડાઉનના પગલે માર્ચ મહિનાથી બંધ અમદાવાદની AMTS અને BRTSની બસ સેવા 3 મહિના પહેલા જ શરૂ કરવામાં આવી છે. જેની આવકમાં ધીમે-ધીમે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

ગત સપ્ટેમ્બર મહિનામાં AMTS બસ સેવા શરૂ કરતાં જ 4 લાખ રૂપિયાની આવક થઈ હતી. જેમાં 3 મહિના બાદ ડિસેમ્બરમાં વધારો જોવા મળ્યો છે. હાલ AMTSની રોજિંદી આવક 15 લાખ રૂપિયા પર પહોંચી છે. આજ રીતે સપ્ટેમ્બર મહિનામાં BRTSની આવક 7,00,000 હતી. જે આજે વધીને 9,50,000 પર પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાની સ્થિતિને જોતા રાત્રિ કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યૂના કારણે આજથી જ AMTS અને BRTSની બસોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, આવક વધવાની સાથે જ બસોની સંખ્યામાં પણ હવે વધારો કરવામાં આવ્યો છે. હાલ અમદાવાદના રસ્તાઓ પર AMTSની 650 અને BRTSની 250 બસો દોડી રહી છે.

(5:21 pm IST)