Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમદાવાદ કોર્પોરેશન દ્વારા 50 વર્ષથી નાની ઉંમરના વ્‍યકિતઓની કોરોના રસીકરણ માટે યાદી બનાવવાની કામગીરી માથાના દુઃખાવા સમાન

અમદાવાદ: કોરોનાની વૅક્સીન માટે 4 ફેઝ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ૫૦ વર્ષથી નાની ઉંમરના નાગરિકોની યાદી બનાવવાની શરૂ કરી દીધી છે. જોકે આ યાદી બનાવવી AMC માટે માથાના દુખાવા સમાન બની છે.

કોરોનાની વૅક્સીન 15 તારીખ સુધી આવી જાય તેવી શક્યતા છે, ત્યારે પ્રથમ ફેઝમાં હેલ્થ વર્કરને આપવામાં આવશે, બીજા ફેઝમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તેમજ ત્રીજા ફેઝમાં 50 વર્ષથી ઉપરના નાગરિકોને આપવામાં આવશે. જ્યારે ચોથા તબક્કામાં 50 વરસથી નાના, પરંતુ કોમોરબીડ નાગરિકોને આપવામાં આવશે.

પ્રથમ તબક્કામાં ડોક્ટર અને નર્સ તેમજ હોસ્પિટલના સ્ટાફની યાદી બની ગઈ છે. જે બાદ ફ્રન્ટલાઈન વોરિયર્સ જેમાં બસ ડ્રાઇવર, સફાઈ કામદાર જેવા કર્મચારીઓની પણ યાદી બની ગઈ છે. આ સિવાય ત્રીજા ફેઝ માટેના 50 વર્ષથી ઉપરના 7 લાખ લોકોનું રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યુ છે.

જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચોથા ફેઝના નાગરિકો, કે જે 50 વર્ષથી નાના હોય પણ કોમોરબીડ હોય તેમનું લીસ્ટ બનાવવાનું શરૂ કર્યું છે.

હેલ્થકેર વર્કરનું લીસ્ટ દરેક હોસ્પિટલમાંથી મળી ગયું હતું. તેમજ વોરિયર્સ પણ કર્મચારીઓ હોવાથી તે પણ લિસ્ટ સરળતાથી મળી ગયું હતું. આ સિવાય 50 વર્ષથી ઉપરના લોકો માટે ડોર-ટૂ-ડોર સર્વે કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં આ માટે મતદાર યાદીના લિસ્ટમાંથી પણ નામ મળ્યા હતા.

જો કે હવે ચોથા સ્ટેજમાં પચાસ વરસથી નાના અને કોમોરબીડ કન્ડિશન વાળા લોકો શોધવા માથાના દુખાવા સમાન છે. કારણ કે, કોઈ કોમલ બેન છે કે નહીં? તે ઘરે જઇને ચેક કરવું પડે છે. એમાં પણ કેટલાક લોકો ડરી ગયા હોવાથી નામ લખાવવા કે કોઈ માહિતી આપવા તૈયાર થતા નથી.

(5:21 pm IST)