Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સુરતના કુંભારીયા રોડ નજીક મોર્નિંગ વોકમાં પતિ સાથે નીકળવું પત્નીને ભારે પડ્યું:અજાણ્યા વાહને હડફેટે લેતા કમકમાટીભર્યું મોત

સુરત:કુંભારીયા રોડ  સારથી રેસીડેન્સીમાં ં રહેતી 21 વર્ષીય શાલીની અનુજકુમાર યાદવ આજે વહેલી સવારે તેના પતિ સાથે મોર્નિંગ વૉક કરવા નીકળી હતી ત્યારે પરવત પાટીયા -નિયોલ રોડ પર પુરપાટ હંકારતા અજાણ્યા વાહનચાલકે  તેને ટક્કર મારતા શાલીનીને ગંભીર ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.  જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. શાલીનીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. તેને એક સંતાન છે. તેનો પતિ સિક્યુરીટી એજન્સી ચલાવે છે. આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:27 pm IST)