Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સુરત:બોગસ દસ્તાવેજોના આધારે કંપનીના 2.80 કરોડથી વધુ રકમના નાણાં બેંકમાં ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરનાર નરાધમના જામીનની માંગ અદાલતે રદ કરી

સુરત:ડાયમંડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજવણી દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે કંપનીના કુલ 2.80 કરોડથી વધુ રકમના નાણાં પોતાના મળતીયાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનાઈત ઠગાઈ કરવાના કેસમાં સરથાણા પોલીસની ધરપકડથી દહેશતથી આરોપી એકાઉન્ટન્ટે  કરેલી આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ ડી.પી.ગોહીલની કોર્ટે નકારી કાઢી છે.

પીપલોદ ખાતે રીવર વિન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી રાજેશ હિંમત ધોળકીયાએ એચ.કે.હબ ડાયમંડ એલએલપી કંપનીના એકાઉન્ટમાંથી આરોપી એકાઉન્ટન્ટ હરેશ વિઠ્ઠલ વૈષ્ણવ(રે.લલિતાપાર્ક સોસાયટી,કતારગામ) સહ આરોપીઓ વિલાસબેન વી.પટેલભાર્ગવ નાવડીયાભાગ્યશ્રી નાવડીયાગોવિંદ જાદવ નાવડીયા વગેરે આઠ જેટલા આરોપીઓ વિરુધ્ધ કુલ રૃ.2.80 કરોડથી વધુ રકમની ઠગાઈ કર્યાની સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(4:27 pm IST)