Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ડીસા સહીત બનાસકાંઠામાં ધમધમતા ગેરકાયદે કતલખાના બંધ કરાવવાની ચીમકી આપવામાં આવી

ડીસા:સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે તંત્રને રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું અને જો ૧૫ દિવસમાં કતલખાના બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. બર્ડ ફલ્યુ અને કોરોના મહામારી જેવા કટોકટીના સમયમાં પણ કતલખાનાઓ બંધ થયા નથી. ત્યારે ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે ડીસામાં જીવદયા પ્રેમીઓએ સરકારી કચેરીઓમાં રજૂઆત કરી હતી. ડીસાના ૧૦૦ જેટલા જીવદયા પ્રેમીઓ પોલીસ મથક, નગરપાલિકા, મામલતદાર કચેરી અને નાયબ કલેકટર કચેરીમાં જઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અગાઉ પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી ડીસા કે બનાસકાંઠા જિલ્લામાં ચાલતા એક પણ ગેરકાયદેસર કતલખાના વિરોધમાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જીવદયાપ્રેમીઓએ તમામ સરકારી કચેરીઓમાં જઈને ૧૫ દિવસમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ નહીં થાય તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

(4:27 pm IST)