Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ધનસુરા : બોરવાઈ નજીક ગાડીના ચાલકે કાર ઝડપથી ચલાવી બુલેટને ટક્કર મારતા પાછળ બેઠેલ મહિલા ગંભીર ઈજાગ્રસ્ત

ધનસુરા: ધનસુરા-વડાગામ રોડ પર આવેલા બોરવાઈ નજીક ગાડીના ચાલકે પોતાના કબ્જાની કારને પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી બુલેટને પાછળથી ટક્કર મારતાં બુલેટ ચાલક તથા પાછળ બેસેલા મહિલાને ઈજાઓ પહોંચાડી કાર લઈ ભાગવા જતી વખતે રોકતી વખતે ચહેરાના ભાગે મુક્કો મારી ઈજા પહોંચાડતાં કાર ચાલક વિરૂધ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.

જયારે કાર ચાલક ભુપેન્દ્રસિંહે આપેલી ફરીયાદ મુજબ બુલેટ નો ચાલક રોનકભાઈ રહે.મધુરમ ફલેટ,જીવરાજપાર્ક,અમદાવાદ નાઓ પોતાના કબ્જાની બુલેટ લઈ પોતાની જાતે જ સ્લીપ ખાઈ જવાથી રોડ પર પડી ગયેલ હોવા છતાં આ અસ્કમાત કાર ચાલકે કરેલ છે તેમ માની ગાળો બોલી સ્કોડા ગાડીની ઉપર ચઢી આગળનો કાચ તથા દરવાજા નો કાચ તોડી નાખી નુકશાન કરી શરીરે મુક્કાઓથી માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કાર ચાલક ભુપેન્દ્રસિંહે બુલેટ ચાલક રોનકભાઈ વિરૂધ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલીસે બંને વાહન ચાલકોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:26 pm IST)