Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

વડોદરામાં પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા બાદ તેણી સાથે પતિએ સંબંધ શરૂ રાખતા બીજી પત્નીએ પોલીસનો સહારો લીધો

વડોદરા:પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હોવા છતા તેની સાથે સબંધના કારણે બીજી પત્ની પર અત્યાચાર ગુજારાતા તેણે પોલીસ ફરિયાદ કરી છે.

ચાર દરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૭માં  ભાર્ગવ સાથે તેના લગ્ન થયા હતા.પરંતુ પતિ,સાસુ અને નણંદ દહેજની માંગણી કરી અપશબ્દો ભાંડતા હતા.

પતિના છૂટાછેડા થયા હતા અને અગાઉની પત્ની સાથે સંપર્ક ચાલુ હોવાથી સાસરીયા મને છૂટાછેડાની ધમકી આપતા હતા અને દુબઇથી મારે ઘેર મુકી ગયા હતા.મહિલા પોલીસે પતિ,સાસુ અને નણંદ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:23 pm IST)