Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં મોડી રાત્રે ફરવા નીકળેલ યુવક-યુવતી નશાની હાલતમાં ઝડપાયા

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં ગઈ મોડી રાતે કારમાં ફરવા નીકળેલા યુવતી નશામાં જણાઈ આવતા પોલીસે બંનેની અટકાયત કરી હતી.

સયાજીગંજ કાલાઘોડા સર્કલ પાસે ગઇરાત્રે 12 વાગે પોલીસની ટીમ કર્ફ્યુનો અમલ કરાવી રહી હતી તે દરમિયાન એક કારને પોલીસે અટકાવતા કારચાલકે કાર રોકી ન પોલીસને શંકા જતા બેરીકેડ પાસે કાર ને અટકાવી હતી.

પોલીસે કાર ચલાવી રહેલી યુવતી અને તેની સાથે બેઠેલા યુવકની પૂછપરછ ફરતા યુવકનું નામ ધવલ કિશોરભાઈ પ્રજાપતિ રહે પરમ પાર્ક સોસાયટી, ઈવા મોલ પાસે, માંજલપુર તેમજ યુવતીનું નામ ફોરમ હોવાનું જણાઈ આવ્યું હતું.

મહિલા પોલીસને સાથે રાખી બંનેની પૂછપરછ કરતા બંને યુવક-યુવતીએ કરફ્યૂમાં નીકળવા ના કારણ અંગે ગોળ જવાબ આપ્યા હતા.બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હોવાથી પોલીસે બ્રેથ એનેલાઇઝર થી ચેક કરતાં બંને પીધેલા જણાઇ આવ્યા હતા. જેથી બંને યુવતી સામે કેસ કરી અટકાયત કરવામાં આવી હતી.

(4:23 pm IST)