Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતીકાલે ખેડા જિલ્લામાં રૂ.૧૮૫.૧૧ કરોડના કામોનું ખાતમુહુર્ત અને રૂ.૧૦૦.૩૧ કરોડના કામોનું લોકાપર્ણ કરાશે

નડિયાદ- તા.9: તા.૧૦  રવિવારના રોજ બપોરે ૩.૩૦ કલાકે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ખેડા જિલ્લાની મુલાકાત કરશે. મુલાકાત દરમ્યાન તેઓ શ્રીના વરદ્ હસ્તે સરકારના વિવિધ વિભાગોના વિકાસ કામોનું ઈ-લોકાપર્ણ અને ઈ-ખાતમુહુર્ત કરાશે.

      મુલાકાત દરમ્યાન તેઓ વિવિધ વિભાગના ૨૫ કાર્યોનું લોકાપર્ણ કરશે. જેમા જિલ્લામાં રમતક્ષેત્રે ઉત્સાહ પુરો પાડવા રૂ.૩૧.૯૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ હાઇ પરફોર્મન્સ સેન્ટર, રૂ.૧૮.૬૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઠાસરા નગરપાલિકાના રોડ તથા આધુનિક સ્મશાન ગૃહ વારીગૃહ જેવા કામો રૂ.૧.૫૭ કરોડ, પાણી પુરવઠા વિભાગની ૧૦% લોકભાગીદારી આધારીત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાના રૂ.૬૩ લાખના કામો, નેશનલ હાઈવે મા.અને મ.વિભાગના વાઈડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ ઓફ દાંડી રૂટ રૂ.૧૯.૨૭ કરોડના કામ, નેશનલ હાઈવે મા.અને મ.વિભાગના સ્ટ્રેન્ધનીંગ ઓફ દાંડી રૂટના રૂ.૧૨.૮૭ કરોડના કામ, જેટકોના ૬૬ કે.વી.અભ્રીપુર સબ સ્ટેશન અને ૬૬ કે.વી.કઠલાલ અકલાચા લાઈન માંથી LILO ત્રાજ લાઈન તથા ૬૬ કેવી ત્રાજ સબ સ્ટેશન અને ૬૬ કેવી માતર લીંબાસી લાઈન માંથી LILO ત્રાજ લાઈનના કુલ રૂ.૧૫.૩૭ કરોડના કામનું લોકાપર્ણ કરનાર છે. જેનો સીધો લાભ ખેડા જિલ્લાના તાલુકા અને ગામના લોકોને થશે.

         જયારે તેઓશ્રીના વરદ્ હસ્‍તે પાણી પુરવઠા વિભાગના ઠાસરા-ગળતેશ્વર જુથ પાણી પુરવઠા(દક્ષિણ) અને ૧૦% લોકભાગીદારી વ્યક્તિગત પાણી પુરવઠા યોજના રૂ.૮૪.૧૨ કરોડના કામો, જિલ્‍લા પંચાયત હસ્‍તકના ૨૦ નવીન પંચાયત ઘરો રૂ.૩.૧૯ કરોડ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના રૂ.૫.૯૯ કરોડ તથા મહેમદાવાદ અને કઠલાલ ખાતે નવીન સીડીપીઓ કચેરીનું ખાર્તમુર્હત રૂ.૭૦ લાખના ખર્ચે, સિંચાઇ વિભાગની મહિકેનાલ દ્વારા વિવિધ કેનાલના રીપેરીંગ તથા ચેકડેમના બાંધકામો રૂ.૭૫.૯૫ કરોડના ખર્ચે, જેટકો વિભાગના ૬૬ કે.વી થવાદ સબ સ્ટેશન અને ૬૬ કેવી રેલીયા ડેમાઈ લાઈનમાંથી LILO થવાદ લાઈન રૂ.૫.૩૮ કરોડ, ૬૬ કેવી ભુતિયા સબ સ્ટેશન અને ૬૬ કેવી રેલીયા જોરાપુરા લાઈન માંથી LILO ભુતિયા લાઈન રૂ.૪.૭૫ કરોડ તથા ૬૬ કેવી કઠોડા સબ સ્ટેશન અને ૬૬ કેવી લીંબાસી લાઈન માંથી LILO કઠોડા લાઈન રૂ.૫.૦૩ કરોડના મળી કુલ રૂ.૧૮૫.૧૧ કરોડના કામોનું ખાર્તમુર્હત કરનાર છે.

       આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈ અને અતિથિ વિશેષ તરીકે ખેડા જિલ્લા-પંચાયતના માનનીય પ્રમુખશ્રી નયનાબેન પટેલ, માનનીય સંસદસભ્ય શ્રી રતનસિંહ રાઠોડ,શ્રી દેવુસિંહ ચૌહાણ, માનનીય  ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ અને શ્રી કેસરીસિંહ સોલંકી ઉપસ્‍થિત રહેનાર છે.

(2:13 pm IST)