Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ભાર્ગવી દવે અને દીપલ હડીયલની નિમણુંક

રાજકોટ તા. ૯: રાજય સરકારે વિસ્તૃત કાર્યક્ષેત્ર ધરાવતી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં સરકારી ડીરેકટર તરીકે અધિક ગ્રામ વિકાસ કમિશનર ભાર્ગવી દવે (આઇ.એ.એસ.) અને નાણા વિભાગના નાયબ સચિવ દીપલ આર. હડીયલની નિમણુંક કરી છે. આ અંગેનો હુકમ નાણા વિભાગના નાયબ સચિવ દિલીપ ઠાકરની સહીથી પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. ભાર્ગવીબેન (મો.૯૯૭૮૪ ૦૭પર૧) અને દીપલબેન (મો. ૯૭ર૪૪ ૬૬૬૧૯) ને નવી જવાબદારી બદલ શુભેચ્છા મળી રહી છે.

(11:54 am IST)