Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

બારડોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ.ની અચાનક બદલી

પી.આઈ. એમ.એમ.ગિલાતરની કામરેજ પોલીસ સ્ટેશન અને પી.એસ.આઈ. એ.બી.મોરીની ઓલપાડ પોલીસ સ્ટેશનમાં બદલી

બારડોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ.ની અચાનક બદલી કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બંનેની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

બારડોલી પી.આઈ. એમ.એમ.ગિલાતરની કામરેજ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાય છે. જ્યારે પી.એસ.આઈ. એ.બી.મોરીની ઓલપાડ પોલીસ સ્ટેશનમાં બદલી કરાય છે. બારડોલી પી.આઈ.ની જગ્યાએ હાલ કોઈ નવા પી.આઈ.ની નિમણૂક કરવામાં આવી નથી જ્યારે પી.એસ.આઈ. મોરીની જગ્યાએ પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. પી.જે.પંડ્યાને મુકવામાં આવ્યા છે. પેરોલ ફર્લો સ્ક્વોડનો ચાર્જ એલ.સી.બી.પી.આઈ. બી.કે. ખાચરને સોંપવામાં આવ્યો છે.

(11:34 am IST)