Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ગાડીત નજીક મો.સા.અકસ્માતમાં મોત નિપજાવનાર કાર ટ્રાફિક PSI ગલચરની સમય સુચકતાથી ઝડપાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.5 જાન્યુઆરીએ જયસીંગભાઇ દમણીયાભાઇ વસાવા (રહે.મોરજડી, તા. ડેડીયાપાડા) તેમજ ભંગડભાઈ ડુમરીયાભાઈ વસાવા મોટર સાયકલ ઉપર જતા હતા તે સમયે સામેથી આવતી આર્ટીગા ગાડી નંબર નંબર GJ-01-HY-7811 ના ચાલકે જયસિંગભાઈની મો.સા.સાથે અથાડી મો.સા.ચાલક ભંગડાભાઇ વસાવાને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેમનું મોત થયા બાદ ગાડીનો ચાલક ગાડી લઇ નાસી જતા આ બાબતની જાણ હાઇવે પેટ્રોલીંગમાં ફરજ પર રહેલા ટ્રાફિક પો.સ.ઈ.કે.એલ. ગલચરને થતાં તેઓ તુરંત નેત્રમ ક્રમાન્ડ કંટ્રોલને જાણ કરી કે અર્ટિગા ફોર વ્હીલ એક્સીડન્ટ ક્રરી  રાજપીપળા તરફ આવે છે.જેથી નેત્રમ ખાતે ફરજ બજાવતા ASI ભાવિશાબેન, WPc અંજનાબેન હી૨લ બેનએ તત્કાલ ccTV કેમેરાથી તપાસ ક્રરતાં વડીયા જકાતનાકાના ફિક્સ કેમેરામાં આ કાર મળી આવતા તેને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવી હતી.આમ ટ્રાફિક પીએસઆઇ ગલચરની સમયસૂચકતા અને નેત્રમ ટિમની ચપળતાના કારણે એક ફેટલ અકસ્માત ડિટેઇન થયો હતો

(11:46 pm IST)