Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

રાજપીપળા સિવિલ હોસ્પિટલના આઉટ સોર્સ કર્મીઓ હડતાળ પર ઉતર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બે મહિના નો બાકી પગાર અને એપીએફની માંગ બાબતે નર્મદા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સોવિલ હોસ્પિટલના 100 જેટલા આઉટ સોર્સ કર્મચારીઓ પગાર બાબતે હડતાળ પર ઉતરી નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
            આવેદનમાં જણાવ્યા મુજબ કોન્ટ્રાકટર ડી.જી. નાકરાણી સ્ટાફમાં કલાસ ૩,૪ અને ઓપરેટર કર્મીઓ જે ડી.જી. નાકરાણીના કોન્ટ્રાક્ટ માં જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે ફરજ બજાવે છે તેમને છેલ્લા ૨ મહિનાથી પગાર ચુકવવામાં આવેલ નથી. આ બાબતે સરકાર તરફથી એસ્ક્રો બેંક એકાઉંટ ખોલવા માટે તારીખ: ૦૫-૧૧-૨૦૨૦ ના રોજ પરિપત્ર કરેલ છે. તેમ છતા ૨ માસ થવા છતા એસ્ક્રો બેંક એકાઉંટ કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે ખુલ્યા નથી અને જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓનો પગાર થયો નથી જેના કારણે ભાડે રહેતા કર્મીઓને મકાન માલિકે ભાડાનું ઘર ખાલી કરવા માટે વારંવાર સુચના આપી છે. સાથે સાથે કોન્ટ્રાકટર તરફથી ભવિષ્યમાં અમોને છુટા કરવાની ધમકી મળે છે જે બાબત પણ ધ્યાનમાં લેવા વિનંતિ છે.આ કર્મીઓ છેલ્લા ૪ થી ૫ વર્ષથી આ કોન્ટ્રાક્ટના તાબા હેઠળ કામ કરે છે છતાં પરતું સરકારના નિયમ અનુસાર ઘણા ખરા કર્મચારીઓના ઈ.પી.એફ.એકાઉન્ટ  પણ ખોલવામાં આવ્યા નથી. જેના કારણે નાના કર્મચારીઓને નુકશાન થાય છે, અમને પુરતો પગાર પણ આપવામાં આવતો નથી. જે બાબતે ઘટતી કાર્યવાહી કરવવા માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ છે.

(11:39 pm IST)