Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

હાલોલમાં બંધ ઓરડીમાંથી મળેલ મહિલાની લાશનો ભેદ ઉકેલાયો:આરોપી પતિની ધરપકડ

મૃતક મહિલાના પતિએ મહિલાની હત્યા કરી હોવાનું ખુલ્યું : પતિની ધરપકડ

પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં આવેલી અનુપમ સોસાયટીની બંધ ઓરડીમાંથી મહિલાની હત્યા કરેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો હતો. હત્યાના આ કેસમાં મૃતક મહિલાના પતિએ મહિલાની હત્યા કરી હોવાની સનસનીખેજ હકીકતો સામે આવતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પંચમહાલ એલસીબી પોલીસે આરોપી પતિની અટકાયત બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ગત ૩૧મી ડિસેમ્બરના રોજ સાંજના સમયે હાલોલ શહેરની અનુપમ સોસાયટીના કમ્પાઉન્ડમાં આવેલી બંધ ઓરડી માંથી ભારે વિકૃત અવસ્થામાં અતિશય દુર્ગંધ મારતો ચંચીબેન નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની લાશની પરિસ્થીતીને જોતા મહિલાની હત્યા કરી દેવામા આવી હોવાના અનુમાનને આધારે હત્યાનો ગુનો નોંધી પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી.

(9:52 pm IST)