Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

નકલી માર્કસીટ કૌભાંડને ઝડપી લેતી વડોદરા એસઓજી : એક આરોપીની કોમ્પ્યુટર, મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિકસ સાધનો સાથે પોલીસે કરી ધરપકડ

વડોદરા : ફરી એક વાર શિક્ષણ વ્યવસ્થાને પડકાર સમાન બોગસ માર્કસીટના કૌભાંડનો પર્દાફાશ વડોદરામાં થયો છે. વડોદરાનાં રાવપુરા વિસ્તારમાંથી એસઓજીએ નકલી માર્કસીટ બનાવતા એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી માર્કસીટો સહિત તે બનાવવામાં માટે ઉપયોગમાં લેવામાં આવતા આધુનિક સાધનો કબ્જે કર્યા છે.

શહેરનાં રાવપુરા વિસ્તારમાં સનરાઇઝ કોમ્પ્યુટર ક્લાસિસની આડમાં હરણી વિસ્તારમાં રહેતો વિશાલ પટેલ નકલી માર્કસીટનો વેપલો કરી કૌભાંડ આચરતો હતોવિશાલ જરૂરીયાતમંદો પાસેથી મોટી રકમ લઇ મહારાષ્ટ્ર એજયુકેશન બોર્ડની ધોરણ 10 અને 12ની નકલી માર્કસીટો આપતો હોવાની બાતમી એસઓજીને મળી હતી. બાતમીનાં આધારે એસઓજીએ રાવપુરા સ્થિત કોમ્પ્યુટર કલાસમાં દરોડા પાડયા હતાઅને દરોડા દરમ્યાન બાતમી પ્રમાણે પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી.

પોલીસને દરોડાની તપાસ દરમ્યાન મહારાષ્ટ્ર એજયુકેશન બોર્ડની 10 નકલી માર્કસીટ અને 10 નકલી એટેમ્પટ પ્રમાણપત્રો મળી આવ્યા હતા. પોલીસે 51 હજારનો મુદ્દામાલ કબ્જે કરી, કોમ્પ્યુટર, મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિકસ સાધનો જપ્ત કર્યા છે. આરોપી વિશાલ પટેલ ધોરણ 12 નાપાસ વિદ્યાથીઓ પાસેથી 85 હજાર જેવી મોટી રકમ લઇ તેમને ધોરણ 12 પાસની પાસ માર્કસીટ બનાવી આપતો હતો. કોરલ ડ્રો સોફટવેરથી માર્કસીટ બનાવી તેની કલર પ્રિન્ટ કાઢી વિદ્યાર્થીઓને આપતો હતો.

એસઓજીએ બોગસ માર્કસીટ કૌભાંડ મામલે આરોપી વિશાલ પટેલે અત્યાર સુધી કેટલી આવી નકલી માર્કસીટો જરૂરીયાતમંદોની વેચી છે તે દિશામાં તપાસ આદરી છે. જે રીતે આરોપી વિશાલ પટેલ પાસેથી પ્રાથમિક તપાસમાં એસઓજીની માહિતી મળી છે તે જોતા બોગશ માર્કસીટનું કૌભાંડ રાજ્ય વ્યાપી હોય તેમ લાગી રહ્યું છે અને આગળની તપાસમાં નકલી માર્કસીટ કૌભાંડ મામલે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતાઓ છે.

(10:27 pm IST)