Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અમદાવાદના ઓઢવમાં જવેલર્સમાં દિલધડક લૂંટના સીસીટીવી ફુટેજ જાહેર પિસ્તોલની અણીએ આચરી લૂંટ : સ્થાનિક હોવાની શંકા

રાહકના સ્વાંગમા બે લૂંટારાઓ ખરીદી કરવા માટે હિરાબા જવેલર્સમા પ્રવેશ્યા: બંને લૂંટારુઓ ગુજરાતી અને હિન્દી બોલતા હતા

મઅમદાવાદના ઓઢવમા જવેલર્સમા થયેલી દીલધડક લૂંટના સીસીટીવી ફુટેજ જાહેર થયા છે જેમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટારાઓ પિસ્તોલ બતાવીને લૂંટ કરી હતી. લૂંટારાઓ ગુજરાતી ભાષા બોલી રહયા હોવાથી સ્થાનિક હોવાની શંકા છે

   ઓઢવમા થયેલી 10 લાખની લૂંટના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. ગ્રાહકના સ્વાંગમા બે લૂંટારાઓ ખરીદી કરવા માટે હિરાબા જવેલર્સમા પ્રવેશ્યા હતા. સોનાની ચેઈનની ખરીદી કરવા માટે ચેઈન પંસદ કરી રહયા હતા. જયારે બે બાઈક ચાલક જવેલર્સની બહાર ઊભા હતા. આરોપીએ પિસ્તોલ કાઢીના એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ અને જવેલર્સમા ઝપાઝપી કરીને 3 લાખ રોકડ અને સોનુ સહિત 10 લાખની લૂંટ આચરી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને તપાસ શરૂ કરી.

   તપાસમા બન્ને લૂંટારાઓ ગુજરાતી અને હિન્દી ભાષામા બોલી રહયા હતા. જેથી તેઓ ગુજરાતના સ્થાનિક હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે. બાઈક પર આવેલા ચાર લૂંટારાઓના જે દિશામા ફરાર થયા ત્યા સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી છે. આરોપીઓને પકડવા ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની ચાર ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

(9:42 pm IST)