Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી કાયદા વિરુદ્ધમાં આદિવાસીઓનો શાંતિ યજ્ઞ : ધારાસભ્યં જીજ્ઞેશ મેવાણી પણ જોડાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિધેયક સરકારનું 72 ગામના આદિવાસીઓની જમીનો ઝૂંટવી લેવાનું કારસ્તાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી સતામંડળ વિધેયક વિરોધમાં 72 ગામના આદિવાસીઓએ કેવડિયા ગામ ખાતેના મંદિરમાં શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું.તો 72 ગામના આદિવાસીઓ દ્વારા કરાયેલા આ યજ્ઞમાં વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી, સ્થાનિક આદિવાસી નેતા ડો.પ્રફુલ્લ વસાવા,લખન મુસાફિર સહિત અનેક અગેવાનો પણ જોડાયા હતા

  .જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિધેયક સરકારનું 72 ગામના આદિવાસીઓની જમીનો ઝૂંટવી લેવાનું કારસ્તાન છે.બારડોલી અને કરમસદની જગ્યાએ આદિવાસીઓની મરજી વિરુદ્ધ આદિવાસીઓની મરજી વિરુદ્ધ આ સ્ટેચ્યુ બનાવાયું છે. આદિવાસીઓની જમીનો, જંગલ, જળ તથા પ્રકૃતિને નુકશાન કરવા આ કાળો કાયદો પસાર કરવામાં આવ્યો છે.આદિવાસીઓની જમીનો લૂંટાઇ રહી છે, શાંતિ ડોહડાઇ રહી છે આ જોઈ સરદાર સાહેબનો આત્મા પણ કકળી ઉઠ્યો હશે.જો આ કાયદો પાછો નહીં લેવાય તો અમે આંદોલન કરતા ખચકાઈશું નહીં અને અમારી આવનારી પેઢીને કેહતા જઈશું કે આદિવાસી, દલિત, ઓબીસી અને અન્ય કચડાયેલી જાતિ વિરોધી સરકારને કોઈ પણ સંજોગોમાં મત આપતા નહીં. 

              JNU,જામીયા મિલિયા અને હાલ ગુજરાત NSUI કાર્યકરો પરનો હુમલો એ સાબિત કરે છે કે આ વિદ્યાર્થી વિરોધી સરકાર છે.જ્યાં સુધી વિદ્યાર્થીઓ પર દમન બંધ નહીં થાય ત્યાં સુધી દેશમાં શાંતિ નહીં સ્થપાય છેલ્લા 70 વર્ષમાં આટલી બધી વિદ્યાર્થી વિરોધી સરકાર નથી આવી.સરકારના વિદ્યાર્થી દમનના લક્ષણો વિનાશ કાળે વિપરીત બુદ્ધિના સંકેત છે.

(8:16 pm IST)