Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રાજપીપળા નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર કે વેચનાર વેપારીઓ સામે લાલ આંખ

પોલીસ બંદોબસ્ત સાથે પાલીકા ટીમે પ્લાસ્ટિક ચેકીંગ કર્યું : 50 માઇક્રોનથી ઓછી ગુણવતા વાળી પ્લાસ્ટીક થેલી વાપરનાર વેપારીના ચેકીંગ માં ૧૪૪ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી ૮૪,૦૦ નો દંડ વસુલ કરતા ફફળાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા અને કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલની સૂચના મુજબ પાલીકાના ઇજનેર હેમરાજસિંહ રાઠોડ,એસ.આઈ.હેમેન્દ્રસિંહ માત્રોજા સહિત પાલિકાની ટિમેં  રાજપીપળા શહેરની પ્લાસ્ટિકની વસ્તુઓ વેચાણ કરતી દુકાનો પર પોલીસ બંદોબસ્ત સાથે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું.આ ચેકીંગમાં પાલીકા ટીમને પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો પરથી કેટલોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળતા તે જપ્ત કરી વેપારી પાસે દંડ વસુલ કરાયો હતો.

  નિયમ મુજબ 50 માઈક્રોન થી ઉપરના પ્લાસ્ટિકનું વેચાણ માન્ય હોય તેનાથી નીચેના પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરનારા અમુક વેપારીઓને ત્યાં અગાઉ પાલિકાની ટીમે આ રીતે સરપ્રાઈઝ ચેકીંગ કરી કડક સૂચના આપી હોવા છતાં કેટલાક વેપારીઓ 50 માઇક્રોન થી ઓછી ગુણવત્તા વાળી પ્લાસ્ટિકની થેલીઓ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા હોય પાલિકા ટીમે અચાનક ચેકીંગ હાથ ધર્યું જેમાં કેટલાક વેપારીઓને ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો ૧૪૪ કિલો જેવો જથ્થો મળી આવતા પાલીકા ટીમે એ જપ્ત કરી ૮૪,૦૦ નો દંડ વસુલ કર્યો હતો

.રાજપીપળાના એક પ્લાસ્ટિકના વેપારીના ગોડાઉન પર પણ પાલીકા ટિમ પહોંચી પરંતુ ગોડાઉન બંધ હોય અને મલિક પણ બહાર હોવાથી કોઈ ન મળતા ટિમ પરત ફરી હતી.

(8:14 pm IST)