Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

આસોદર-આણંદ રોડ નજીક ઇકો કારે રિક્ષાને હડફેટે લીધી: એકનું કમકમાટીભર્યું મૃત્યુ: બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આણંદ :આસોદર-આણંદ રોડ ઉપર આવેલા હળદરી સ્ટેન્ડ પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે રોંગ સાઈડે જતી એક ઈકો કારે રીક્ષાને ટક્કર મારતાં એકનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે બેને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર લાલપુરા ગામે રહેતા કનુભાઈ હરમાનભાઈ પટેલ આજે સવારના સુમારે પત્ની કાંતાબેન સાથે ગામના રાજેશબાઈ મકવાણાની રીક્ષા નંબર જીજે-૨૩, વાય-૦૨૦૭માં સવાર થઈને આણંદ દવાખાને આવ્યા હતા. દવાખાનેથી દવા લઈને પરત લાલપુરા જવા નીકળ્યા હતા. સવા બારેક વાગ્યાના સુમારે રીક્ષા હળદરી ગામના સ્ટેન્ડ પાસેથી પસાર થતી હતી ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ઈકો કાર નંબર જીજે-૨૩, સીએ-૬૪૦૬એ ટક્કર મારતાં કનુભાઈને માથામાં, પગમાં તથા શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. તેઓને તુરંત સારવાર માટે બોરસદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં ડ્રાયવર તેમજ કાંતાબેનને પણ ઈજાઓ થતાં તેઓને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(5:35 pm IST)