Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ખેડા તાલુકાના ગોબલજ નજીક સીમમાં રાત્રીના સમયે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 3.48 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી પાડ્યા

ખેડા:તાલુકાના ગોબલજ ગામની સીમમાં આવેલ એક પોલ્ટ્રીફાર્મમાં ગત રાત્રીના સમયે ચાલતાં દારૂના કટીંગ પર ખેડા ટાઉન પોલીસની ટીમે દરોડો પાડી રૂ..૪૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. દરોડામાં પોલીસે કુલ રૂ.૧૪.૬૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને પકડાયેલા બે ઈસમો સહિત કુલ નવ વ્યક્તિઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાંથી પણસોલી તરફ જવાના રોડ પર આવેલ સેવન સ્ટાર પોલ્ટ્રીફાર્મમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી તેનું કટીંગ થતું હોવાની માહિતી ખેડા ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ રાત્રીના દશ વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો.

(5:33 pm IST)