Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ગાંધીનગર:તસ્કરોએ મકાનની સાથે શાળા સહીત આંગણવાડી નિશાન બનાવ્યા: દહેગામના વાસણા નજીક શાળામાંથી તસ્કરો ગેસ સિલિન્ડર ચોરી રફુચક્કર

ગાંધીનગર: જિલ્લામાં ચોરીની નાની મોટી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તસ્કરો હવે તો શાળા અને આંગણવાડીને પણ નિશાન બનાવી રહયા છે. દહેગામના વાસણા રાઠોડ ગામની આંગણવાડી અને હરખજીના મુવાડાની શાળામાંથી ચાર ગેસ સીલીન્ડર ચોરીને પલાયન થઈ ગયા છે. જે સંદર્ભે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

જિલ્લામાં અત્યાર સુધી મકાન, દુકાન અને મંદિરમાં તસ્કર ટોળકી ત્રાટકયાની ફરિયાદો જોવા મળતી હતી. પરંતુ તસ્કરો હવે શૈક્ષણિક સંસ્થાઓમાં મધ્યાહન ભોજન તેમજ આંગણવાડીમાં ભુલકાઓને જમવાનું બનાવવા માટે જરૂરી ગેસ સીલીન્ડરની ચોરી કરવાની પણ શરૂઆત કરી છે.

(5:33 pm IST)