Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સુરતમાં જાહેરમાં થુંકનાર વિરુદ્ધ દંડ વસૂલી કરવા મનપાએ સીસીટીવીની મદદ લીધી: 326 લોકોને મેમો મોકલવામાં આવ્યો

સુરત: શહેરમાં મુકાયેલા સીસી કેમેરાના આધારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને મેમો મોકલી દંડ વસુલવામા આવે છે તેવી રીતે હવે જાહેરમાં ગંદકી ફેલાવતાં શહેરીજનો પાસે પણ દંડ વસુલવાની કામગીરી શરૃ કરી છે. ટ્રાફિક સિગ્નલ પર લગાવવામા આવેલા સીસી ટીવી કેમેરાના આધારે જાહેરમાં થુંકી ગંદકી ફેલાવતાં વાહન ચાલકોને મ્યુનિ. તંત્રએ મેમો તો મોકલાવ્યો છે પરંતુ દંડ ભરવા ઘણાં ઓછા વાહન ચાલકો આવતા હોવાથી મહિનામાં દંડ નહીં ભરે તો દંડની રકમ ડબલ કરવા માટે વિચારણા થઈ રહી છે.

સુરત મ્યુનિ. તંત્રએ સ્વચ્છ સુરત માટે  જાહેરમાં ન્યુસન્સ કરતાં લોકો સામે કામગીરી કરવા માટે સીસી કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે. મ્યુનિ.ના સ્મેક સેન્ટરમાં મુકવામાં આવેલા સ્માર્ટ રૃમમાં સીસી કેમેરાના વિઝન પર મોનીટરીગં કરીને ગંદકી કરનારા સામે પગલાં ભરવામા આવી રહ્યાં છે. મ્યુનિ. તંત્ર જાહેર રસ્તા પર થુંકનાર કે ગંદકી કરનારા વાહન ચાલકોને નંબર પ્લેટના આધારે આર.ટી..ની મદદથી શોધીને મેમો મોકલાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં સુરત  મ્યુનિ.  તંત્રએ જાહેરમાં ગંદકી કરતાં 326 લોકોને ઝડપીને તેમને મેમો મોકલી દેવામાં આવ્યા છે.

(5:32 pm IST)