Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સુરતના લીંબાયતમાં છૂટાછેડાના કેસમાં બનેવીએ મિત્રની સહાય લઈ હુમલો કરતા પોલીસે ધરપકડ કરી

સુરત: શહેરના લિંબાયત નારાયણનગરમાં લેસના કારખાનામાં કામ કરતો લબરમૂછિયો ગત મંગળવારે રાત્રે નોકરી પુરી કરી દૂરના બે ભાણેજ સાથે ઘરે જતો હતો ત્યારે વતન ઉત્તરપ્રદેશમાં ચાલતા છૂટાછેડાના કેસની અદાવતમાં તેના બનેવીએ એક મિત્ર સાથે મોટરસાયકલ ઉપર આવી ચપ્પુ વડે હુમલો કરતા તેને ગંભીર ઇજા થઇ હતી. લબરમૂછિયાને બચાવવા ગયેલા દૂરના બે ભાણેજ પૈકી એકને બનેવીએ ચપ્પુ માર્યું હતું જ્યારે બીજાને ચપ્પુ બતાવી ધમકી આપી તે ફરાર થઈ ગયો હતો. બાદમાં લિંબાયત પોલીસે ગત સાંજે તેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના મહોબાનો વતની વિકાસ રામાદિન ચૌધરી ( ઉ.વ.20 ) હાલ સુરતમાં પરવત ગામ સિલિકોન ફ્લેટની સામે સ્મિત રો હાઉસ ઘર નં.113 માં હમવતની અને દૂરના ભાણેજ અનિલકુમાર અખિલેશ ચૌધરી, તેની પત્ની અને તેના નાના ભાઈ હરેન્દ્ર ( ઉ.વ.17 ) સાથે રહે છે.

(5:32 pm IST)