Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વડોદરાના ગોત્રી વિસ્તારમાં કોમ્પ્યુટર ક્લાસમાં ગયેલ પરિણીતા અઢી વર્ષથી લાપતા: હાઇકોર્ટનો સીઆઇડીને તપાસ શરૂ કરવાનો આદેશ

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં અઢી વર્ષ પહેલાં લાપત્તા થયેલી પરિણીતાના ચકચારી પ્રકરણમાં હાઇકોર્ટના આદેશના પગલે અપહરણનો ગુનો નોંધી ગાંધીનગરની સીઆઇડીને તપાસ સોંપાઇ છે.

ગોત્રી હરિનગર વિસ્તારમાં ગઇ તા.૨૬--૨૦૧૭ ના રોજ કમ્પ્યુટર ક્લાસમાં જવા  માટે સ્કૂટર લઇ નીકળેલી એક પુત્રની માતા પરત નહીં ફરતા પોલીસને જાણ કરાઇ હતી.ગોત્રી પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ કરી હતી.પરંતુ પરિણીતાનો કોઇ પત્તો લાગ્યો નહતો.

બીજીતરફ પરિણીતાના પિતાએ હાઇકોર્ટમાં હેબીયસ કોર્પસ દાખલ કરી પુત્રીને  શોધી કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે દાદ માંગી હતી.

(5:31 pm IST)