Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સાવલી-હાલોલ રોડ પર કોલેજમાં ચેરમેનની કેબિનમાં મુકેલ 12.57 લાખની રકમની ઉઠાંતરી થતા ચકચાર મચી જવા પામ્યો

સાવલી: સાવલી-હાલોલ રોડ પર આવેલી કે.જે. આઇ.ટી. કોલેજના કેમ્પસમાં કોલેજના ચેરમેનની કેબીનના કબાટમાં મુકેલી રોકડ રકમ રૃા.૧૨.૫૭ લાખની સનસનાટીભરી ચોરી થઇ હતી. ત્રણ વ્યક્તિઓએ અંદર પ્રવેશીને ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાવલીમાં આવેલી કોલેજમાં વિવિધ ફી પેટે જમા થયેલ રૃા..૭૭ લાખ રોકડા અને સફાઇ કર્મચારીઓના પગાર પેટે બેંકમાંથી ઉપાડેલી રકમ રૃા..૪૦ લાખ મળી કુલ રૃા.૧૨.૫૭ લાખ રોકડા કોલેજના ચેરમેનની ઓફિસમાં  આવેલી તિજોરીમાં મુક્યા હતાં. તિજોરીની ચાવી નિત્યક્રમ મુજબ મુકવાના સ્થળે મુકાઇ હતી.

તા.૭ની રાત્રે કોલેજ કેમ્પસમાં કેટલીક અજાણી વ્યક્તિઓએ પ્રવેશ કરી બારીની ગ્રીલ તોડીને તિજોરીનો સામાન વેરવિખેર કરી ઉપરોક્ત મુકેલી રોકડ રકમ ચોરી કરી હતી. બનાવની જાણ સિક્યુરિટિને થતા કોલેજના અધિકારીઓ ચેરમેનની કેબીનમાં ગયા ત્યારે ઓફિસનો સામાન પણ વેરવિખેર પડેલો જણાયો હતો. દરમિયાન સીસીટીવી કેમેરામાં તપાસ કરતા ત્રણ શખ્સો માથે ટોપી અને શરીરે ધાબળો ઓઢીને કોલેજના પાછળના ભાગેથી ગેટની અંદર પ્રવેશતા જણાયા હતાં.

(5:30 pm IST)