Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અમદાવાદ: રેલવે પ્લેટફોર્મ પર વિડીયો સર્વેલન્સ સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

અમદાવાદ: શહેરમાં રેલવે પ્લેટફોર્મ તેમજ ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાંથી  પ્રથમ તબક્કામાં દેશભરમાં ૨૦૦ રેલવે સ્ટેશનો પર ' વીડિયો સર્વેલન્સ સિસ્ટમ  ' ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પશ્ચિમ રેલવેના ૧૦ રેલવે સ્ટેશનો પર કામગીરી પુરી કરી દેવામા ંઆવી છે. વિરમગામ, વાપી, વલસાડ, ઉઘના, ભાવનગર ટર્મિનસ, વેરાવળ, નાગદા, નવસારી અને રાજકોટ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. તમામ સ્ટેશનો પર હાલમાં વીડિયો સર્વેલન્સ સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. તમામ સ્ટેશનો વીડિયો સર્વેલન્સ હેઠળ આવી ચૂક્યા છે

હવે રેલવે સ્ટેશનો પર ૨૪ કલાક માટે વીડિયો સર્વેસન્સ હેઠળ બાજ નજર રાખી શકાશે. જેમાં આતંકવાદી પ્રવૃતિ, અસામાજિક પ્રવૃતિ, ચોરી, લૂંટ, મારામારી, છેડતી, અકસ્માત સહિતની પ્રવૃતિઓ પર  અંકુશમાં લાવી શકાશે. તમામ સ્ટેશનો પર વીડિયો કેમેરાની મદદથી રેલવે પ્રોટેક્શન ફોર્સ  તેના મુખ્ય કંટ્રોલરૂમમાંથી મોનિટરિંગ કરશે

(5:29 pm IST)