Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ક્રિભકોમાંથી બોડાને વળાવતા વડાવિયા, ૩૪ મતે વિજેતા

ક્રિભકોના ડીરેકટર તરીકે મગનભાઈ વડાવિયા ચૂંટાતા નવી દિલ્હી ખાતે બેન્કના ચેરમેન અને કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, સહકારી અગ્રણી અરવિંદ તાળા, હરીભાઈ ઠુંમર વગેરેએ તેને અભિનંદન આપેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ૯ :. સહકારી ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કૃષક ભારતી કો-ઓપરેટીવ લી.ના ગુજરાત વિભાગની એક બેઠક માટેની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરીત ઉમેદવાર જિલ્લા સહકારી બેન્કના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયાનો વિજય થયો છે. તેમણે જાણીતા સહકારી અગ્રણી વાઘજીભાઈ બોડાને હરાવ્યા છે. તેઓ વર્ષોથી આ સંસ્થામાં ચૂંટાતા હતા. કુલ ૨૩૯ મત પૈકી ૨૩૧ મતદારોએ મતદાન કરેલ. તે પૈકી ૭ મત રદ્દ થયેલ. બાકીના મતોમાંથી ૩૪ મતે મગનભાઈ વડાવિયા વિજેતા થયા છે. વાઘજીભાઈ ૮૫ મત મળ્યા છે. સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રે આ પરિણામ મહત્વનુ ગણાય છે

(4:03 pm IST)