Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અર્થવ્યવસ્થા, બેરોજગારી, આરોગ્ય સહિતના પ્રશ્ને રાજ્યપાલને કોંગ્રેસે પાઠવ્યુ આવેદન

રાજકોટ : ગુજરાતમાં કથળી ગયેલ આરોગ્ય સેવા, કુપોષણ, નવજાત શિશુના મોત, કિશાનોના પાક વીમા પ્રશ્નો, અતિવૃષ્ટી, કમોસમી વરસાદ, બેરોજગારી સહીતના વિવિધ પ્રશ્નો અંગે કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને વિધાનસભા પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાની હેઠળ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરવામાં આવી હતી. એન.એસ.યુ.આઇ. કાર્યકરો પર થતા હિંસક હુમલાઓ અંગે પણ ધ્યાન દોરી ગુંડાગર્દી કરનાર એ.બી.વી.પી. પર કાયમી પ્રતિબંધની માંગણી કરી હતી. રાજભવન ખાતે પગપાળા રેલી સ્વરૂપે થયેલ આ રજુઆતમાં ગુજરાત મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનલબેન પટેલ, વર્તમાન પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ચંદ્રીકાબેન ચુડાસમા, કામીનીબેન સોની અને કોંગ્રેસના સીનીયર આગેવાનો સાથે જોડાયા હતા

રાજકોટ, તા. ૯ :. દેશમાં અર્થવ્યવસ્થા, બેરોજગારી, આરોગ્ય, ખેડૂત, ઉદ્યોગકારો, નવજાત શિશુના મોત સહિતના પ્રશ્ને હાલત કથળી ગઈ છે. ગુજરાતમાં નવજાત શિશુઓના મોતનું પ્રમાણ વધ્યુ છે ત્યારે ઉપરોકત પ્રશ્ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના વડપણ હેઠળ પ્રદેશ કોંગ્રેસી અગ્રણીઓએ ગઈકાલે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને રાજયના મુખ્યમંત્રીશ્રીના મતવિસ્તારમાં આવેલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧ મહિનમાં રપ૯ કરતા વધુ નવજાત શિશુના મોત ની ઘટનાથી સમગ્ર ગુજરાતના નાગરિકો ચોંકી ઉઠયા છે. બીજીબાજુ રાજય સરકાર નવજાત શિશુના મોત રોકવા માટે કોઇ નક્કર પગલાની જાહેરાત કરી નથી. રાજય સરકાર આરોગ્ય સેવા પાછળ ૧૧૦૦૦ કરોડ જેટલી નાણાકીય જોગવાઇ પણ હકીકતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ બાળ વિભાગમાં નવજાત શિશુની સારવાર માટે કાચ પેટીઓ પણ પુરતી ઉપલબ્ધ ન હોય તે સરકારની આરોગ્ય સેવા પ્રત્યેની ગંભીરતા કેટલી છે તે ઉજાગર કરે છે.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાનો ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા અને વિધાનસભા પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં ગુજરાત રાજયના વિવિધ મુદ્દાઓ જેમાં કથળી ગયેલી આરોગ્ય સેવા, કૃપોષણ નવજાત શિશુના મોત, કિશાનોના પાક વીમાના પ્રશ્ન, અતિવૃષ્ટિી, કમોસમી વરસાદ અને વાવ જોડના કારણે પાક નુકશાની સહાય બેરોજગારી ખાનગી શાળા કોલેજમાં લાખો રૂપિયાની ફી તેમજ મોંઘવારી, ઓદ્યોગિક એકમોની ખરાબ સ્થિતિ, ઉત્તર ગુજરાતમાં તીડના પ્રકોપ સામે ખેડૂતો અને ખેતી સાથે સંકડાયેલા મજુરોને કેશ ડોલ્શ તથા અન્ય પુરતી સહાય ચુકવવાની માંગણી કરી હતી. ગઇકાલે અમદાવાદ માં એનએસયુઆઇના કાર્યકરો ઉપર થયેલી હિંસાક હુમલામાં સરકારના મળતીયાઓએ ગુંડાગીરી આચરી તે સબબ ફરીયાદ નોંધી એબીવીપી ઉપર કાયમી પ્રતિબંધ મુકવાની માંગણી તેમજ સિટીજનશીપ એમેન્ડમેન્ટ એકટ (સીએએ) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીજન્સ (એનઆરસી) ગેરબંધારણીય હોઇ અમલીકરણ રોકવા બાબત સહિતના મુદ્દાઓ એ રાજય પાલશ્રી ને મળી આજરોજ તા. ૮ રાજભવન ખાતે પગપાળા રેલી રૂપે ય એક કલાક સુધી રજુઆત કરી હતી જેમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, સૈલેશષ્ભમાઇ પરમાર સહિતના કોંગ્રેસના બધા ધારાસભ્ય શ્રીઓ ગુજરાત મહિલા કોંગ્ેરસના પૂર્વ પ્રમુખ સોનલબેન પટેલ, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ચંદ્રિકાબેન ચુડાસમા, કામિનીબેન સોની તેમજ કોંગ્રેસના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહી આવેદન પત્ર પાઠવ્યું હતું.

(3:26 pm IST)