Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રાજપીપળા એસટી ડેપોની કેટલીક બસોમાં ટિકિટના મશીન બગડતા મુસાફરો અટવાયા

ભરૂચથી રાજપીપળા પરત ફરતી બસનું મશીન બગડી જતા કેટલાક મુસાફરોને નીચે ઉતારી મુકાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના વડા રાજપીપળા એસટી ડેપોમાં પહેલેથી અનેક તકલીફો જોવા મળી છે ત્યાં હવે ટિકિટ ના મશીનો બગડતા મુસાફરો અને કન્ડક્ટરો પણ હેરાન થઈ રહ્યા છે.

  ગુરુવારે સવારે કડકડતી ઠંડી માં ભરૂચથી રાજપીપળા આવતી રાજપીપળા એસટી ડેપોની બસ નં.GJ,18-Z 3631 માં રાજપીપળા આવતા મુસાફરો બેઠા બાદ અમુક મુસાફરો ની ટિકિટ કાઢ્યા બાદ ટિકિટનું મશીન બગડી જતા બાકી રહેલા મુસાફરો ની ટિકિટ ન નીકળતા ન છુટકે કંડક્ટરે બાકી ના મુસાફરો ને નીચે ઉતારી મુક્યા હોય કલાકો થી બસ ની રાહ જોઈ ઉભેલા મુસાફરો માં રોષ જોવા મળ્યો હતો.

 આ બસ માં રાજપીપળા આવી રહેલા એક મુસાફર જુનેદ ખત્રીના જણાવ્યા મુજબ અગાઉ પણ ભરૂચ થી આવતી બસ માં આજ રીતે ટીકીટનું મશીન બગડતા તકલીફ ઊભી થઈ હતી. આજે ફરી આ રૂટની બસમા આમ બન્યું જેમાં કડકડતી ઠંડી માં મુસાફરો અટવાયા હતા.ત્યારે જો વારંવાર આવી તકલીફો આવતી હોય તો એસટી વિભાગે દરેક બસોમાં એક સ્પેર મશીન આપવું જોઈએ અથવા આવી તકલીફ સમયે કન્ડક્ટર તાત્કાલિક નિર્ણય લે તેવો અન્ય કોઈ વિકલ્પ કાઢી મુસાફરો હેરાન ના થાય તેની તકેદારી રાખવી જોઈએ.

(12:14 pm IST)