Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ઢોર ડબ્બામાંથી ગાય છોડવા મુદ્દે માથાકૂટ : પાટણના પૂર્વ મહિલા પ્રમુખના પતિ પર ઢોર માલિકોનો હુમલો

ઘાયલ થયેલ જયેશ પટેલને સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા

પાટણ : ઢોર ડબ્બામાંથી ગાય છોડાવવા મામલે માથાકૂટ થતા ઢોર માલિકોએ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખને ઢોર માર માર્યો હતો ઢોર માલિકોને પાટણ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિ પર ઢોર માલિકોએ હુમલો કરતા ઘાયલ થયેલ જયેશ પટેલને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઢોર ડબ્બામાંથી ગાય છોડાવા મુદ્દે માથાકુટ થઈ હતી. જે બાદ મામલો બિચકતા મારામારીની ઘટના બની હતી. ત્યારે મારામારી બાદ સાંડેસર પાર્ટીના સભ્યો અને સાગાં સબધીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

(11:49 am IST)