Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ટવેન્ટી-ટવેન્ટી ભલે ન રમે, મજબૂત દોરાથી 'કાપવાની' તક

નીતિન પટેલ અનુકુળ 'હવા' ઇચ્છે છે, રવિવારે મહેસાણામાં 'પતંગ' ચગાવશે

રાજકોટ તા. ૯ : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાજયના વિવિધ સ્થળોએ યોજવાના છે. જેમાં ૧ર જાન્યુઆરીએ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતર રાષ્ટ્રીય મહોત્સવ સવારે ૯ કલાકથી યોજવાનો છે. પ્રવાસન નિગમ દ્વારા દેશ વિદેશના વિવિધ પતંગ રસિકો સાથે પતંગોત્સવ યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.

૧૦ જાન્યુઆરીએ સુરત અને જામકંડોરણા ૧૧ જાન્યુઆરી સાપુતારા અને ઘોરડો સહિત ૧ર જાન્યુઆરીએ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯ કલાકથી પતંગ મહોત્સવ યોજનાર છે.

મહેસાણા ખાતે સવારે ૯ કલાકે યોજાનાર આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જુદા જુદા ૧પ જેટલા દેશોના પપ પતંગબાજો અને ભારતના ગુજરાત સહિત જુદા જુદા વિવિધ રાજયોના ૪પ પતંગબાજો સહિત કુલ ૧૦૦ જેટલા પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેશે.

આ મહોત્સવ ૧ર જાન્યુઆરી ર૦ર૦ના રોજ સવારે ૯ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ, સંસદ સભ્યશ્રી રાજયસભા જુગલજી ઠાકોર, ધારાસભ્ય સર્વેશ્રી ઋષિકેશભાઇ પટેલ, રમણભાઇ પટેલ, ડો. આશાબેન પટેલ, કરશનભાઇ સોલંકી, અજમલજી ઠાકોર, ભરતજી ઠાકોર ઉપસ્થિત રહેનાર છે. આ પતંગ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા મેનેજીંગ ડિરેકટર જેનુ દેવન ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જાહેર આમંત્રણ પાઠવેલ છે.

(11:42 am IST)