Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ઉતરાયણ પર્વે 108 દ્વારા ઇમરજન્સી સ્ટાફના તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવાઈ

કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત રહેશે : આગાઉથી દવાઓનો જથ્થો રાખવામાં આવશે.

અમદાવાદમાં ઉતરાયણની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ઉતરાયણ દરમ્યાન કોઈ અઘટીત ઘટના ન બને તે માટે ૧૦૮ દ્વારા ઈમરજન્સી સ્ટાફના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. એમ્બ્યુલન્સમાં આગાઉથી દવાઓનો જથ્થો રાખવામાં આવશે. ઉતરાયણમાં અથડામણ, દોરી વાગવાથી ઇજા પહોંચી, દોરી ઇલેક્ટ્રોનિક વાયરમાં ફસાતા કરંટ લાગવો, અને ધાબા પરથી પડી જવાની ઘટનાઓ સૌથી વધુ સામે આવે છે.

   આ ઉપરાંત પશુ-પક્ષીઓને બચાવવા માટે કરુણા એમ્બયુલન્સ કામ કરશે. ત્યારે અમદાવાદમાં અત્યારે 38 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. ત્યારે જીવદયાને પ્રાધાન્ય આપી 105 જેટલી એમ્બ્યુલન્સ કામ કરશે. એમબ્યુલન્સ સાથે 41 જેટલા એનજીઓ પણ પક્ષીઓને સારવાર આપશે.

   મહાનગરોમાં ઉતરાયણના દિવસે અને બાદમાં વાસી ઉતરાયણમાં લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. આવા સમયે પતંગનો ઉત્સાહ માતમનો માહોલ ન બની જાય તેથી સ્ટાફને ખડેપગે રહેવાની સૂચના આપવામાં આવી છે. ઘણી જગ્યાએ દોરો આડો આવવાના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. જેથી લોકોને તાત્કાલિક સારવાર મળી રહે અને જીવ ગુમાવવો ન પડે આ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

(11:37 am IST)