Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પોકરને જુગાર ન ગણવા અને રમત રમવા મંજૂરી આપવા હાઇકોર્ટમાં થયેલ અપીલની 17 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી

પોકર એ કૌશલ્યની રમત છે જુગારના દ્રષ્ટિકોણથી જોવી જોઈએ નહીં : પોકર અંગે થયેલી ચારેય લેટર્સ પેટન્ટ અપીલોની 17મીએ વધુ સુનાવણી

અમદાવાદઃ પોકરને જુગાર તરીકે ન ગણવા અને રાજ્યમાં આ  રમત રમવા માટે મંજૂરી માંગતી અપીલોની ગુજરાત હાઇકોર્ટમાં  ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદારો વતી તેમના વકીલે રજુઆત કરી હતી. પોકર એ કૌશલ્ય અંગેની રમત છે, તેને જુગારના દ્રષ્ટિકોણથી ન જોવી જોઇએ.

17મી ફેબ્રુઆરીએ પોકર અંગે થયેલી ચારેય લેટર્સ પેટન્ટ અપીલોની વધુ સુનાવણી હાથ ધરશે. આ પિટિશન ઇન્ડિયન પોકર એસોસિએશન, ડોમિનન્સ ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમન છાબરા અને અમદાવાદની રમાડા હોટલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે કે પોકર એ કૌશલ્ય અંગેની રમત છે. તેને જુગારના દ્રષ્ટિકોણથી ન જોવી જોઇએ. તેથી આ રમત અંગે કોઇ પ્રતિબંધ ન હોવા જોઇએ.
ડિસેમ્બર-૨૦૧૭માં હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ આ અંગે અરજી કરવામાં આવી હતી. સિંગલ જજે આ અરજીઓ ફગાવી ચુકાદો આપ્યો હતો કે આ રમત ચાન્સ આધારિત છે અને જુગારની પરિભાષામાં આવે છે. જેથી સિંગલ જજના આદેશ સામે ડિવીઝન બેંચમાં અપીલ કરવામાં આવી છે. ડિવીઝન બેન્ચે આ અપીલોની 17મી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.

(10:35 pm IST)