Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રાજ્યમાં આતંકવાદીઓની વધી શકે ધુસણખોરી : ચેકપોસ્ટ બંધ કરવાનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો

દારૂબંધીના નિયમનો કડક અમલ માટે ચેકપોસ્ટ શરુ કરાવવા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય સામે હાઇકોર્ટમાં જહેરહિતની અરજી કરાઈ છે  સરકારના આ નિર્ણયને લઇને સવાલ ઉભા કરાયા છે કે ચેકપોસ્ટ બંધ કરતા દારૂબંધીના નિયમનો અમલ કેવી રીતે થેશે રાજસ્થાનની સરહદે આવેલ અરવલ્લીમાં ચેકપોસ્ટ શરૂ હતા ત્યારે પણ બુટલેગરો લાખો રૂપિયાનો દારુ રાજસ્થાનની ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયાસો કરતા હતા અને હવે તો ચેકપોસ્ટ બંધ કરવામાં આવી રહી છે. રાજ્યમાં દારૂબંધીના નિયમનો કડકાઈથી અમલ થાય તે માટે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડીયાએ દારૂબંધીના નિયમનો કડક અમલ કરાવવા અને ચેકપોસ્ટ શરૂ કરવા ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી છે.
આ અરજીમાં પ્રકાશ કાપડીયાએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયને પગલે આતંકવાદીની ઘૂષણખોરી વધી શકે છે અને અસામાજિક તત્ત્વો સરળતાથી પ્રવેશી શકે છે. ચેકપોસ્ટ હટાવવાના કારણે દારૂ ખુલ્લેઆમ પ્રવેશી શકે છે, દારૂ પીને વાહન ચલાવવાના અને અકસ્માતના કિસ્સામાં પણ વધારો થઇ શકે છે.
પ્રકાશ કાપડીયાની આ અરજી પર હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપના જ નેતા અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર સમક્ષ ચેકપોસ્ટ ન હટાવવાની માંગણી કરી હતી.

(9:56 pm IST)